તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેમ સંબંધ રાખનાર યુવકનું પ્રેમિકાના ભાઇઓએ અપહરણ કરી માર માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજના ફર્નિચર વેપારીને પુણામાં લઇ જઇ પાઇપથી માર્યો

સુરત | કામરેજ કેનાલ રોડ પર હેમકુંજ રો-હાઉસમાં રહેતો ઘનશ્યામ ભાણા બલદાણીયા(28) સરથાણામાં કિરણ ચોક પાસે ફર્નિચર વેપારી છે. ઘનશ્યામનો મમતા ખાગડ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ છે. તેથી ઘનશ્યામ કાયમ મમતા સાથે ફોન પર વાત કરતો હોય છે. મમતાના ભાઈ ચંદ્રેશ ખાગડ અને સંજય ખાગડ મમતાનો ઘનશ્યામ સાથેનો સંબંધથી વાંધો હતો. તેથી સોમવારે સાંજે ચંદ્રેશ અને સંજય તેના બે મિત્રો સાથે ઘનશ્યામની દુકાન પાસે આવ્યા હતા. તેઓએ લોખંડના પાઈપથી ઘનશ્યામને માર માર્યો હતો.તેને બાઇક પર બેસાડીને અપહરણ કરીને પુણા સીતાનગર નજીક મુક્તિધામ પાસે પોપડામાં લઈ જઈ માર મારીને ‘હવે પછી મમતા સાથે વાત કરી તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. બુમાબુમને પગલે લોકો ભેગા થતા આરોપીઓ નાસી ગયા હતા. ઘનશ્યામે મમતાના બે ભાઈ અને અન્ય બે જણા વિરુદ્ધ સરથાણામાં ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...