તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉકાઇ જળાશયમાં હોડી પલટી, એક જ ગામના 7 ડૂબી ગયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઉચ્છલ તાલુકા ભીતખુર્દ-વણઝાર ગામમાં તાપી નદીના ઉકાઈ જળાશયમાં મંગળવારે બપોરે સુંદરપુર ગામના એક જ પરિવારના 10 સભ્યો અને અન્ય 3 યુવકો મળી 13 જણાં હોડીમાં બેસી જળાશય વચ્ચે આવેલા નાના બેટ પર ફરવા ગયા હતા. પરત ફરતી વખતે અચાનક પવન ફૂંકાતા પાણીના મોજા ઉઠતાં હોડીમાં પાણી ભરાઈ જવાથી ડૂબી ગઈ હતી. 7 લોકો ડૂબી ગયા હતા. ...અનુ.પાના નં. 11

વિસ્તૃત અહેવાલ પાના નં. 9

માંડવી પાસે તાપીમાં સુરતના 3 ડૂબ્યા

માંડવી | માંડવી પાસે રામેશ્વર ધામ સુરતનો પરિવાર ધુળેટીની રજામાં આવ્યો હતો. દર્શન કર્યા બાદ તાપી નદી કિનારે બેઠા હતા. દરમિયાન શાંતિભાઈ સેંજલીયા(45) રહે, વ્રજલીલા રેસીડન્સી, વ્રજચોક સરથાણા સુરત સાથે અતુલભાઈ સેંજલીયા (ઉ.વ 40) રહે, નવકાર એપાર્ટમેન્ટ, પાસોદરા પાટિયા સુરત એમની સાથેનો 9 વર્ષીય બાળક રૂદ્રાશ કાથરોટિયા નહાવા પડ્યા હતા. ઉંડા ખાડાનો ખ્યાલ ન હોવાથી ત્રણેય ડૂબવા લાગ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો