તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતંગ ચગાવતી વેળા પહેલા માળેથી બાળક પટકાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાઠેના ખોડીયાર નગર ખાતે રહેતા શશિકાંત શર્મા પુત્ર લક્ષ(11) ધોરણ 4માં અભ્યાસ કરે છે. રવિવારે સાંજે લક્ષ તેમના મકાનના ટૅરેસ પર પતંગ ચગાવતો હતો. દરમિયાન પતંગ ચગાવતા ચગાવતા પાછળ ખસતી વખતે સંતુલન ગુમાવી લક્ષ પહેલા માળેથી નીચે પટકાયો હતો. જેથી માથાના ભાગે તેમજ પગમાં ગંભીર ઈજાઓ થતા લક્ષને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. અન્ય બનાવમાં અમરોલી ચાર રસ્તા પાસે રહેતા સાજીદ દિવાન તેમની 7 વર્ષીય પુત્રી જીન્નતને બાઈક પર બેસાડી રવિવારે સાંજે સરથાણા જકાતનાકા પાસેથી પસાર થતા હતા. ત્યારે પતંગની દોરી વચ્ચે આવતા જીન્નતને કપાળનાં ભાગે ઈજા થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો