તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એરપોર્ટ કાર્ગો ટર્મિનલનો કોન્ટ્રાક્ટ એએઆઇ ખાનગી કંપનીને સોંપશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

સુરત એરપોર્ટના કાર્ગો ટર્મિનલનો કોન્ટ્રાક્ટ એએઆઇ ખાનગી કંપનીને સોપે તેવી વાત છે. એએઆઈના તજજ્ઞો કહે છે કે, એએઆઇસીએલએએસ કાર્ગો ટર્મિનલમાં સ્ટાફ રોકીને ખર્ચ કરવા નથી ઇચ્છી રહ્યું. ડિરેક્ટર એસ. કે. પાણીગ્રાહી સાથે થયેલી વાતમાં તમણે જણાવ્યું હતું કે, કાર્ગો ટર્મિનલ એપ્રિલ સુધીમાં તૈયાર થઈ જશે અને તેના બાદ સિક્યુરિટી ક્લિયરન્સ મળે કે, તરત જ તેને કાર્યરત કરી દેવાશે. પ્રાથમિકમાં ડોમેસ્ટિક કાર્ગો ચાલશે. તે બાદ ઇન્ટરનેશનલ કાર્ગો પણ શરૂ કરાશે. એએઆઇ કાર્ગો ટર્મિનલ બનાવી આપે છે. તેના દેખરેખનું કામ એએઆઇની સબસિડરી એએઆઇસીએલએસ કરતી હોય છે. કાર્ગો ટર્મિનલને ખાનગી કંપનીને પીપીપી ધોરણે સોંપી દેવાની સંભાવના દેખાય રહી છે.

ઇન્ડિગો અને એર ઇન્ડિયાની સુરતથી કાર્ગો સેવા શરૂ
ઇન્ડિગો અને એર ઇન્ડિયા નિકાસની સેવા આપે છે. આ મામલે બંને એરલાઇન્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટર્મિનલ બિલ્ડિંગ બન્યાની રાહ જોઈ રહ્યા છે. તે બન્યા પછી અમે પણ અમારી સેવા શરૂ કરીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો