તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

8 કલાકની મુસાફરી ઉધના-પાલધી મેમુમાં શૌચાલય જ નહીં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાંસપોર્ટેશન રિપોર્ટર |સુરત

ગત 16 ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉધના -પાલધી મેમુ ટ્રેનને વીડિયો લિંક દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. જોકે, આ ટ્રેનમાં ટોઇલેટ જ ન હોવાથી મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ટ્રેનને ઉધનાથી પાલધી પહોંચતા 8 કલાકનો સમય લાગે છે. 8 કલાક સુધી મુસાફરોએ લઘુશંકા અને કુદરતી હાજત જેવી મૂળભૂત જરૂરિયાતોને દબાવી રાખવી પડે છે અથવા ટ્રેન જે-તે સ્ટેશને થોભે ત્યાંના ટોઇલેટનો ઉપયોગ મુસાફરે ગણતરીની સેકંડોમાં જ કરી લેવો પડે છે. 30 સ્ટેશને થોભતી ઉધના-પાલધી ટ્રેનનો ઉપયોગ હજારો મુસાફરો કરી રહ્યા છે. રેલવે દ્વારા ટોઇલેટવાળી રેક દોડાવવામાં આવે એવી માંગ મુસાફરોમાં ઊઠી છે.

ઉધના રેલવે સ્ટેશને રેલવે રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં વડા પ્રધાન દ્વારા જ્યારે ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી ત્યારે ટોઇલેટવાળા રેકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, ત્યાર બાદના દિવસોથી મુસાફરોએ ટોઇલેટથી વંચિત રહેવું પડી રહ્યું છે. દક્ષિણ ગુજરાતથી પસાર થતી કેટલીક અન્ય મેમુમાં ટોઇલેટ ન હોવાથી મુસાફરો સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

ટોયલેટવાળા રેક મૂકવા રજૂઆત કરાઈ
8 કલાકની લાંબી મુસાફરી માટે વાપરવામાં આવતી ઉધના-પાલધી મેમુ ટ્રેનમાં ટોઇલેટ જ ન હોવાની માહિતી મળતાં ઝેડઆરયુસીસીના સભ્ય રાકેશ શાહ દ્વારા ડીઆરએમને રજૂઆત કરવામાં આવી છે અને તાકીદે ટોઇલેટની સુવિધા ઊભી કરી મુસાફરોને સમસ્યામાંથી છૂટકારો આપવા માંગ કરાઈ છે. આ બાબતે હકારાત્મક પ્રતિસાદ મળ્યાનું જણાવ્યું હતું. ઉધના-પાલધી મેમુનો ઉપયોગ કરતાં અનંત પાટીલે જણાવ્યું હતું કે, ટોઇલેટ ન હોવાથી મુસાફરો ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ ટ્રેનનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપયોગ કરે છે.

ટૂંક જ સમયમાં મુસાફરોની સમસ્યા દૂર કરાશે
ઉધના-પાલધી ટ્રેનમાં મુસાફરો માટે ટોઇલેટ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સંલગ્ન વિભાગને આ બાબતે જાણ કરી દેવામાં આવી છે. સમસ્યાનું સમાધાન થઈ જશે. સુનીલ કુમાર, ડીઆરએમ , મુંબઈ ડિવિઝન.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો