તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Surat News The 70 Year Old Father Happily Said 39i Will Send My Grandson To The Army Who Will Replace His Father39 032135

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

70 વર્ષીય પિતાએ ખુમારી સાથે કહ્યું, ‘મારા પૌત્રને સેનામાં મોકલીશ, જે તેના પિતાનો બદલો વાળશે’

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રિલિજિયન રિપોર્ટર | સુરત ઃ ‘મારે બે પુત્રો હતા. જેમાંથી એક શહીદ થયો છે. બીજો હજુ તેનાથી નાનો છે તેને તો સેનામાં મોકલીશ જ પરંતુ જે પુત્ર શહીદ થયો તેનો પુત્ર માત્ર બે જ મહિનાનો છે. તેને પણ સેનામાં સામેલ કરીશ જે પોતાના પિતાની શહીદીનો બદલો વાળશે’ આ શબ્દો છે શહીદ રોહિદાસના 70 વર્ષીય પિતા બાબુભાઈ લાંબાના હતા. રાજસ્થાન સુથાર-જાંગીડ સમાજ-સુરતની સંસ્થા દ્વારા રાજસ્થાનના શહીદ થયેલા 6 શહીદોના પરિવારજનોને આર્થિક સહાય અર્પણ કરવાનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે આ સંસ્થાના લુમ્બારામ લાંબા સહિતના દસ આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ રવિવારે રાજસ્થાનના જયપુર નજીકના શાહપુરા ગામે પહોંચ્યું હતું. જ્યાં શહીદ રોહિદાસ લાંબા(ઉ.વ. 27)ના પરિવારને આ પ્રતિનિધિ મંડળ મળ્યું, રૂપિયા 1.51 લાખની સહાય કરી. ત્યાર બાદ શહીદ રોહિદાસ લાંબાના પિતા બાબુભાઈ લાંબાએ પોતાનો પ્રતિભાવ જુસ્સાભેર રજૂ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે મારા પૌત્રને પણ સેનામાં સામેલ કરીશ તે તેના પિતાની શહીદીનો બદલો લેશે. શહીદ રોહિદાસ લાંબા 2013માં જોડાયા હતા. આ સંસ્થા દ્વારા રાજસ્થાનના અલગ-અલગ ગામડામાં જઈને બાકીના પાંચ શહીદ જવાનોના પરિવારજનોને આર્થિક સહયોગ આપવામાં આવશે.

રાજસ્થાન સુથાર-જાંગીડ સમાજ, સુરત પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 6 શહીદોના પરિવારજનોને આર્થિક સહાય કરવાનું આયોજન કર્યું છે. જેમાં શહીદ જવાન રોહિદાસના પરિવારને ચેક અર્પણ કરાયો હતો.

યુવા કોળી સમાજ પરિવર્તન ટ્રસ્ટ

કાંઠા વિભાગ યુવા કોળી સમાજ પરિવર્તન ટ્રસ્ટ દ્વારા પુલવામા જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

આઈકોન હાઇટ્સ, પુણા

આઇકોન હાઇટ્સ પુણા, સુરતના તમામ સભ્યો દ્વારા ભારતના શહીદ વીર જવાનના આત્માની શાંતિ માટે ભગવત ગીતાના 12 તથા 15મા શ્લોકનું જાહેર પ‍ઠન કરી સાથે બે મિનિટનું મૌન રાખવામાં આવેલ હતું. છેલ્લે રાષ્ટ્રગીત ગાઇ સમાપન કરવામા અાવેલ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો