Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
‘જુનૂન 2020’ કોન્કલેવમાં 60 વિદેશી સહિત 6700 લોકો આવ્યા
સરસાણા પ્લેટિનલ હોલ ખાતે એક બિઝનેસ ગ્રુપ દ્વારા બિઝનેસ કોન્કલેવની ચોથી એડિશન ‘જુનૂન 2020’થી શરૂઆત કરવામાં આવી હતી, જેમાં દુનિયાભરમાથી 6700 લોકોએ વિઝિટ કરી હતી.આ કાર્યક્રમમાં બિઝનેસમાં કઈંક નવું કરનાર, સોશિયલ એક્ટિવિટી કરનાર, નેટવર્કિંગ બિઝનેસમાં યોગદાન આપનાર 90 લોકોનું વિવિધ કેટેગરીમાં સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં ફ્રાન્સ, સિંગાપુર, શ્રીલંકા પેરિસથી પણ લોકોએ વિઝિટ કરી હતી. આ વર્ષની થીમ સુરત-ઇન્ડિયાઝ ઇમર્જિંગ બિઝનેસ કેપિટલ રાખવામાં આવી છે, જે અંતર્ગત સુરતને ટેક્સટાઇલ્સ, ડાયમંડ, એન્જિનિયરીંગ, મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ જેવા વિવિધ ઉદ્યોગોના કેન્દ્ર તરીકે દર્શાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે. 12મી જાન્યુઆરીના રોજ ઉદ્યોગકારો અને નીતિઘડવૈયાઓ બિઝનેસ એક્ઝિબિશન, નિષ્ણાંતો સાથે વાર્તાલાપ, બિઝનેસ માસ્ટર ક્લાસ, નેટવર્કિંગ ફોરમ્સ વિશે ચર્ચા કરાશે. એ સાથે જ ઉજ્જવલ પટણી દ્વારા લોકોને મોટિવેટ પણ કરવામાં આવશે.
business meet
સિટી રિપોર્ટર . સુરત