16મીએ બારડોલીમાં સમસ્ત સોની સમાજનો 1લો પરિચય મેળો યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત શહેર ત્રાગડ સોની સમાજ અને જિલ્લાના વિવિધ સોની સમાજો દ્વારા 16મીએ બારડોલીમાં પ્રથમવાર યુવાનો માટે પરિચય મેળાનું આયોજન કરાયું છે. દક્ષિણ ગુજરાતમાં સોની સમાજના લોકોની સંખ્યા 50 હજારથી વધુ છે, જેમાં 30 હજારથી વધુ સુરતમાં વસવાટ કરે છે.

સમસ્ત સોની સમાજના લોકોને એકછત્ર હેઠળ લાવવા માટે સમાજ દ્વારા 16 ફેબ્રુઆરીએ બારડોલીમાં પરિચય મેળાનું આયોજન કરાયું છે. આ અંગે સોનીસમાજના ધર્મેશભાઈ પારેખે જણાવ્યું હતું કે સોની સમાજના લોકો હવે ધીરે ધીરે સુરતમાં શિફ્ટ થઈ ગયા છે. જેના કારણે હાલમાં 30 હજારથી વધુ લોકો સુરતમાં વસવાટ કરે છે. તેમની સાથે વિવિઘ ગામોના સમાજો એક થાય તે માટે સમસ્ત સોની સમાજના પરિચય મેળાનું આયોજન કરાયું છે. આ પરિચય મેળામાં એક હજાર જેટલાં લોકો ભાગ લેશે. પરિચય મેળાના નામે સમાજના યુવાનોને પ્લેટફોર્મ પુરૂ પાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તેની સાથે સમાજમાં દીકરીઓની સંખ્યા ઘટી રહી છે. તેના માટે ચિંતન કરાશે. સમાજ દ્વારા હાલમાં અભ્યાસ કરતા બાળકોને નોટબુક અને પાઠ્યપુસ્તકોના વિતરણની સહાય કરાય છે. તેમાં વધારો કરી જે યુવાનો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યા છે, તેમને સ્કીલ ડેવલપમેન્ટની ટ્રેનિંગ અપાશે. આ ઉપરાંત બેટી બચાવો અભિયાન અંતર્ગત સંકલ્પ લેવાશે. સમાજના યુવાનો માટેના ભવિષ્યના આયોજનો પર ચર્ચા કરાશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન બારડોલીના જલારામ મંદિરના હોલમાં રાખવામાં આવ્યું છે. કાર્યક્રમનો પ્રારંભ સવારે 9 કલાકે થશે અને સમાપન સાંજે 5 કલાકે થશે.

અન્ય સમાચારો પણ છે...