તક્ષશિલા અગ્નિકાંડ: સાડા 8 મહિના બાદબિલ્ડર દિનેશ વેકરિયા આંજણાથી ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તક્ષશિલા અગ્નિકાંડમાં ક્રાઇમ બ્રાંચે સાડા 8 માસ પછી વધુ એક આરોપી દિનેશ વેકરિયા( રહે.અવધ રેસિડેન્સી, વાલકગામ)ની આંજણા ફાર્મ વિસ્તારમાંથી ધરપકડ કરી છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે દિનેશ હાજર થયો છે. 24-મે-2019ના દિવસે તક્ષશિલા આર્કેડની આગમાંં 22 છાત્રોનાં મોત અને 19ને ઇજા થઈ હતી. દિનેશે હરસુખ વેકરિયા, રવિન્દ્ર કહાર અને સવજી પાઘડાળ સાથે મળીને ઇમ્પેક્ટનો લાભ લેવા અરજી કરી હતી.રજુ કરેલ પ્લાન સુસંગત ન હોવા છતા પાલિકાથી ઇમ્પેક્ટ ફીની મંજૂર મળી હતી.

પકડાયેલા આરોપી


ક્લાસ સંચાલક ભાર્ગવ બુટાણી , હરસુલ વેકરિયા, દિનેશ વેકરિયા ,જિગ્નેશ સવજી પાઘડાળ, સવજી પાઘડાળ,રવિન્દ્ર કહાર, પાલિકાના પી.ડી.મુન્શી ,જયેશ સોલંકી, ડે.ફાયર ઓફિસર એસ.કે. આચાર્ય, કિર્તી મોઢ ,ડે. ઇજનેર વિનુ પરમાર, ડીજીવીસીએલના દિપક નાયક, પાલિકાના હિમાંશુ ગજ્જર, અતુલ ગોરસવાલા

ચાર જામીન પર


ક્રાઇમ બ્રાંચે પીઆઇ સમીર જોશીએ જણાવ્યું કે અમને માહિતી મળી હતી કે આરોપી વેકરિયા આંજણા ફાર્મમાં આવવાનો છે. અમે ટીમ પાસે રેકી કરાવીને આરોપીને પકડી લીધો. અત્યાર સુધી તેની કોઇ પૂછપરછ કરાઇ નથી તેમજ તેને કોર્ટમાં રજૂ પણ કરાયો નથી. વેકરિયા સિવાય પકડાયેલા 13માંથી 4 આરોપીઓ જામીન પર છૂટી ચૂક્યા છે.


દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા અને 19ને ઇજા થઇ હતી

_photocaption_25મે 2019એ છપાયેલો અહેવાલ*photocaption*
અન્ય સમાચારો પણ છે...