તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાપડ, યાર્ન, ફેબ્રિક્સ, મેડઅપ્સ ઇમ્પૉર્ટમાં 6.04 ટકાનો ઘટાડો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિઝનેસ રિપોર્ટર| સુરત ઃ મંદીની બુમરાણ વચ્ચે ઓફિસ ઓફ ધ જોઇન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડે સ્થાનિક વેપારીઓની બોલતી બંધ કરી દીધી છે. ડીજીએફટીના આંક પ્રમાણે કોટન, યાર્ન, ફેબ્રિક્સ, મેડઅપ્સ અને હેન્ડલૂમ પ્રોડક્ટનું વર્લ્ડ માર્કેટમાં એક્સપોર્ટ 9.22 ટકા વધ્યું છે. લોકલ માર્કેટમાંથી ચાઇના થતી એક્સપોર્ટમાં 44.91 ટકાનો વધારો થયો છે. ટેક્સટાઇલ યાર્ન, ફેબ્રિક્સ અને મેડઅપ્સની ચાઇનાથી થતી ઇમ્પૉર્ટ 6.04 ટકા ઘટી છે.

સ્થાનિક ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા ઉત્પાદકો દ્વારા ચાઇનાથી કાપડનું ડમ્પિંગ અંડર-વેલ્યૂમાં થતું હોવાની બૂમ ઊઠી છે. સ્થાનિક કાપડ -ઉત્પાદકોને વૈશ્વિક માર્કેટમાં તેમના ઉત્પાદનની સારી કિંમત મળતી નથી. જેથી એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી અથવા ઇમ્પૉર્ટ ડ્યૂટી વધારવા ટેક્સટાઇલ સાથે સંકળાયેલી સ્થાનિક સંસ્થાઓએ કેન્દ્રીય કૉમર્સ અને ટેક્સટાઇલ મંત્રાલયને માંગ કરી હતી. તેમની માગણી સંપૂર્ણ રીતે મંત્રાલય સ્વીકારે તે પહેલાં જ નાણાકીય વર્ષ 2018-19માં ચાઇનાથી ઇમ્પૉર્ટ થતાં યાર્ન, ફેબ્રિક્સ, મેડઅપ્સમાં કુલ 10 બિલિયન ડોલર (રૂ.694.22 કરોડ)નો ઘટાડો નોંધાયો છે.ઓફિસ ઓફ ધ જોઇન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ સુરત દ્વારા જાહેર કરાયેલા આંક પ્રમાણે, વર્ષ 2017-18માં 63 બિલિયન ડોલરનું ટેક્સટાઇલ ગૂડ્સ ચાઇનાથી ઇમ્પૉર્ટ થયું હતું. જેની સામે નાણાકીય વર્ષ 2018-19માં 53.4 બિલિયન ડોલરનો ઇમ્પૉર્ટ આંક નોંધાયો હતો. જે પાછલા વર્ષની સરખામણીએ 10 બિલિયન ડોલર એટલે કે 15.2 ટકા નીચો રહ્યો છે. ટેક્સટાઇલ અગ્રણી ગિરધર મુંદડાએ કહ્યું કે, ડેટા પ્રમાણે ચાઇનાથી ટેક્સટાઇલ ગૂડ્સની ઇમ્પૉર્ટ ઘટી છે, ચાઇનાથી વાયા વિયેતનામ, કંબોડિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા, મોરેશિયસ ને નેપાળ થઈને સુરત સહિતના ભારતીય ટેક્ટાઇલ માર્કેટમાં અંડર-વેલ્યૂ થઈને યાર્ન, ફેબ્રિક્સ ડમ્પ થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...