તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાપડના વેપારીએ ચોરીની ફરિયાદ કરી ને ઘરમાંથી 2.55 લાખના ઘરેણાં મળ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલથાણમાં રહેતા કાપડ વેપારીએ ચોરીની ફરિયાદ કરી હતી અને ઘરમાંથી 2.55 લાખના ઘરેણા મળ્યા હતા. જેમાં તાંત્રિક વિધિના નામે 80ની રોકડ રકમ ચોરી જનારા 2 તાંત્રિકની ધરપકડ કરી છે.

અલથાણમાં ગાયત્રી મંદિરની પાસે મહાવીરનગર સોસાયટીમાં રહેતા કાપડના વેપારી શૈલેષ વેલચંદ મહેતાને 8 વર્ષ પહેલા કાપડના ધંધામાં 40 લાખનું ચીટીંગ કરી જતા ધંધામાં મુશ્કેલી આવી જતા તાંત્રિક વિધિનો રસ્તો અપનાવ્યો હતો. 23મી તારીખે કીમના બે તાંત્રિકોએ વેપારીના ઘરે આવીને તેમને 3 કિલોમીટર દૂર ચાલી જવા કહ્યું અને તેની પત્નીને ઘરમાં તમામ ઘરેણાં વિધિમાં મુકાવી દીધા હતા. વિધિમાં તાંત્રિકોએ ધુમાડો કરતા મહિલા બેભાન થઈ હતી. જેના કારણે બન્ને તાંત્રિકોએ સોનાના ઘરેણાં અને રોકડ ચોરી કરીને ભાગી ગયા હતા. જો કે મહિલાએ ઘરમાં તપાસ કરતા 2.55 લાખના ઘરેણાં તો સહીસલામત મળી ગયા હતા. જ્યારે તાંત્રિકોએ 80 હજારની રોકડ ચોરી કરી ગયા હતા. જેને લઈને ખટોદરા પોલીસે કોંસબાના તાંત્રિક ઈરફાન ઉર્ફ ઈલુ અહમદ શાહ અને તેના આસીટન્ટ અમિત બાલુ પરમારની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો