સુરતના સરસાણામાં ટેક્સટાઈલ મશીનોનું ભવ્ય પ્રદર્શન યોજાયું
સુરત | છેલ્લા 16 વર્ષથી સુરતમાં વરદાન ઇલેન્ટ્સ પ્રા. લિ. - ગારફેબ - ટેક્સ દ્વારા પ્રતિવર્ષ યોજવામાં આવતું ટેક્સટાઇલ મશીનોનું ભવ્ય પ્રદર્શન હાલ સરસાણા ખાતે પૂરજોશમાં ચાલુ છે. અહીં અત્યાધુનિક ટેક્સટાઇલ તથા ઍમ્બ્રૉઇડરી મશીનોની વિશાળ શ્રેણી પ્રદર્શિત કરવામાં આવી છે. ઉદ્યોગપતિઓ અહીં વિશાળ સંખ્યામાં મુલાકાત લઈ રહ્યા છે. વિશ્વમાં ખૂબ જ પ્રસિદ્ધ એવા યુરોપીયન હાઈ-સ્પીડ મશીનો પણ અહીં જોવા મળશે.વિશ્વભરની પ્રખ્યાત કંપનીઓએ અહીં તેમના ઉત્પાદનો રજૂ કર્યા છે. યુરોપ, જાપાન, સિંગાપોર, ચાઈના, તાઇવાન અને ભારતની વિખ્યાત કંપનીઓના મશીનો પ્રદર્શનમાં રજૂ કરવામાં આવ્યા છે.