તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેક્સટાઇલ વેપારીનું 4 કરોડમાં ઉઠમણું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
6 મહિના પહેલાં રીંગરોડ ટેક્સટાઇલ માર્કેટ સ્થિત મિલેનીયમ માર્કેટમાં દુકાન ખોલી એક વેપારીએ વેપાર શરૂ કર્યો હતો. જેણે શનિવારે 4 કરોડથી વધુમાં ઊઠમણું કર્યુ હોવાની વાતે વેપારીઓમાં જોર પકડ્યું છે. લેણદારોએ મોડી સાંજે ફોસ્ટામાં ફરિયાદ કર્યાનું પણ જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ મૂળ મુંબઈના એક કાપડના વેપારીએ 6 મહિના અગાઉ મિલેનીયમ માર્કેટના બીજા માળે ભાડાથી દુકાન રાખીને વેપાર શરૂ કર્યો હતો. સ્થાનિક સ્તરે કાપડ ખરીદીને એમ્બ્રોઇડરી વર્ક કરાવી તૈયાર કાપડ તે વેચતો હતો. પેમેન્ટ સાઇકલ અનિયમિત થતાં એક માસથી લેણદારોના ફેરા દુકાને વધ્યા હતા. 1લી જાન્યુ.એ લેણદારો પેમેન્ટ માટે મિલેનિમય માર્કેટ પહોંચતાં ઉઠમણું કરનાર વેપારીએ શનિવાર સુધીનો સમય માંગ્યો હતો. શનિવારે સાંજે ફરી પેમેન્ટ માટે પહોંચેલા વેપારીઓને ઉઠમણાંની જાણ થઇ હતી. મોડી સાંજે તેઓ જે.જે માર્કેટ સ્થિત ફોસ્ટાની ઓફિસ પર ફરિયાદે પહોંચ્યા હતા. 20થી વધુ એમ્બ્રોડરી જોબવર્કસનું પેમેન્ટ ફસાયું હોવાનું સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...