તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

VRS લેનાર શિક્ષકોને ઇજાફાનો લાભ મળશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારા સુરત મહાનગરપાલિકાના શિક્ષકોને નોશનલ ઇજાફો આપવા ગાંધીનગરમાં યોજાયેલી પેન્શનર અદાલતે આદેશ આપ્યો હતો.

સરકાર દ્વારા સ્વૈચ્છિક નિવૃત્તિને અમલી બનાવ્યા બાદ વર્ષ 2006થી 2009 સુધીમાં નિવૃત્તિ લેનારા કર્મચારીઓ અને શિક્ષકોને જે-તે સમયના તેમના પગારના આધારે પેન્શન ચૂકવવામાં આવતું હતું. જેના કારણે સરકારી નિયમ હોવા છતાં આવા શિક્ષકો અને કર્મચારીઓને પેેન્શનમાં નુકસાન થઈ રહ્યું હતું. આ અંગે સુરત મહાનગરપાલિકાના સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારા શિક્ષક નાનુભાઈ સોલંકી અને હર્ષિદાબેન શાહે નોશનલ ઇજાફા માટે અરજી કરી હતી. એટલે કે, તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. ત્યારથી બાકી રહેલી નોકરી દરમિયાન મળનારા પ્રમોશનને ધ્યાન લઈને પેન્શન આપવાની માગણી કરવામાં આવી હતી. જોકે, તેમની રજૂઆત ધ્યાને લેવામાં આવતી ન હતી. આ અંગે વલસાડ જિલ્લા જયેષ્ઠ નાગરિક પેન્શનર મંડ‌ળમાં ફરિયાદ કરાતાં મંડળે વર્ષ 2017માં ઠરાવ કરીને પ્રમુખ બી. આર. વૈદ્ય દ્વારા હિસાબી અને તિજોરી નિયામક ગાંધીનગરમાં ફરિયાદ કરી હતી. દરમિયાન તા. 23-9-2019ના રોજ ગાંધીનગરમાં યોજાયેલી પેન્શનર અદાલતે મંડળની રજૂઆતને ધ્યાને લઈને સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારા શિક્ષકોને નોશનલ ઇજાફાનો લાભ આપવા માટે આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો