તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

7 જુલાઈએ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ 2019ની તારીખ જાહેર કરવામાં આવી છે. આ વર્ષે સીટીઈટી પરીક્ષાનું આયોજન 7 જુલાઈના રોજ કરવામાં આવશે. આ વિશે ctec.nic.in વેબસાઈટ પર માહિતી આપવામાં આવી છે. સીબીએસઈ દ્વારા આ પરીક્ષાનું વર્ષમાં બે વખત આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષામાં ભાગ લેવા ઇચ્છતી વ્યક્તિએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ પરીક્ષા પાસ કરવા માટે અરજદારોને 60 ટકા અને અનામત વર્ગને 55 ટકા માર્કસ લાવવા પડશે. સી-ટેટ પાસ કરતા જ અરજદાર પહેલેથી ધોરણ 8 માટે શિક્ષકોની ભરતી પ્રક્રિયાનો ભાગ બની શકે છે. આ પરીક્ષાને લગતી વધુ માહિતી માટે તમે સંસ્થાની વેબસાઇટ પર જઇને માહિતી મેળવી શકો છો. સ્ટુડન્ટ્સ એમનું પરિણામ પણ વેબસાઇટ પર જોઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...