તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીવર્સ બાદ હવે ટેક્સ. ટ્રેડર્સ પણ GST કાયદા સામે હાઈકોર્ટમાં જશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતના ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશનની સંસ્થા ફોસ્ટાએ મંગળવારે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના અધિવક્તાએ જીએસટી સંબંધિત ઘણાં મહત્વપૂર્ણ વિષયો પર લઈને ચર્ચા કરી હતી. જેમાં ફોસ્ટાએ વેપારીઓના હિત માટે ગુજરાત હાઈકોર્ટમાં વકીલ વિનય શરાફના માધ્યમથી રીટ કરવાનો નિર્ણય કર્યો છે.

જીએસટીના અધિકારીઓ વેપારીઓ પાસેથી કાયદાનો ભય બતાવીને કરવસૂલાત કરતાં હોવાની નારાજગી વ્યક્ત કરાય છે. જેમાં માલ ખરીદનાર વેપારી રિટર્ન કે ટેક્સ નહીં ભરે તેવા સંજોગોમાં સપ્લાયરના બેંક ખાતા સીઝ કરી તેની ધરપકડની ધમકી આપવાની જીએસટીના અધિકારીઓની વૃતિ સામે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે બુધવારે સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન અને ફોસ્ટા દ્વારા જીએસટી સંબંધિત કાયદાકીય સમસ્યા અને તેના ઉકેલ માટે એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિનય શરાફ પાસેથી વેપારીઓએ કાયદાકીય જાણકારી મેળવી હતી. જીએસટીના વિભાગ દ્વારા અવારનવાર વેપારીઓને મોકલાતી નોટીસોથી થતી હેરાનગતિઓ વેપારીઓએ મિટીંગમાં રજૂ કરી હતી. ખાસ કરીને ખરીદનાર દ્વારા કર નહીં ભરવાના કે રિટર્ન ફાઈલ નહીં કરવાના કિસ્સામાં સપ્લાયર પર કર ભરવાની જવાબદારી નાંખવા સાથે અધિકારીઓ દ્વારા સપ્લાયરના બેંક ખાતા સીઝ કરવાના તેમજ ઈલેક્રટ્રોનિક ક્રેડીટ લેઝરમાં ક્રેડીટ નહીં જમા કરવા સાથે સપ્લાયરની ધરપકડ સુધીના પગલાં લેવાની ધમકી આપવામાં આવતી હોવાનું વ્યથા વ્યક્ત કરી હતી. સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન અને ફોસ્ટાના હોદ્દેદારોએ વેપારીઓના હિતમાં જીએસટી વિરુદ્ધ હાઈકોર્ટમાં જવાની તૈયારી બતાવી છે. જેમાં લહેંગા, બ્લાઉસ અને દુપટ્ટાને ગાર્મેન્ટ ગણી 12 ટકા ટેક્સ વસૂલાત અંગેના જીએસટી દ્વારા કરાતા અર્થઘટન એમ ત્રણ મુદ્દે હાઈકોર્ટમાં પિટીશન ફાઈલ કરાશે.

ફોસ્ટા- ટેક્સટાઈલ ટ્રેડર્સ એસો.ની હાઈકોર્ટના વકીલ સાથે બેઠક

_photocaption_હાઈકોર્ટમાં રીટના નિર્ણયના મામલે વેપારીઓએ બેઠક કરી હતી. *photocaption*
અન્ય સમાચારો પણ છે...