તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિલ્ડરો પર તવાઈ: 300 કરોડની ક્રેડિટ જામ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રેડિટનો ઉપયોગ કરવા લોકોને 31મી માર્ચ સુધી રાહત અાપી શકશે
રેવન્યુ રિપોર્ટર | સુરત

રીઅલ એસ્ટેટ પર જીએસટી 12થી 5 ટકા પર આવતા બિલ્ડરો દોડતા થઈ ગયા છે. બિલ્ડરોની ચિંતા અત્યાર સુધી જમા રહેલી જીએસટી ક્રેડિટની છે. બિલ્ડર એસોસિએશનની માનીએ તો શહેરમાં 300 કરોડ જેટલી ક્રેડિટ જામ છે. સોમવારે દિવસભર બિલ્ડરો સી.એ.ની ઓફિસના ચક્કર લગાવતાં જોવા મળ્યા હતા. જેમાં જામ ક્રેડિટ મકાન ખરીદનારા ગ્રાહકોને કઇ રીતે ડાયવર્ટ કરવામાં આવે એ અંગેની ચર્ચા જોરમાં રહી હતી. દરમિયાન 1લી એપ્રિલથી પાંચ ટકા જીએસટીનો કાયદો અમલમાં આવનાર હોય સમગ્ર માર્ચ મહિના દરમિયાન દસ્તાવેજ નોંધણીમાં જાણે વેકેશન જાહેર થઈ ગયુ છે.

બિલ્ડર લોકોને આ રીતે ફાયદો કરાવી શકે
મને કઇ રીતે ફાયદો થાય

જવાબ | 31મી માર્ચ 2019 સુધી મકાન લો તો બિલ્ડર પોતાની ક્રેડિટમાંથી જીએસટી બાદ કરી દે, એટલે ગ્રાહકે જીએસટી ચૂકવવો નહીં પડે

બિલ્ડર લાભ ન આપે તો

જવાબ | નુકશાન બિલ્ડરને જ છે, ક્રેડિટ લેપ્સ થઈ જઇ શકે, કેમકે તે બાબતે કોઇ સ્પષ્ટતા સરકારે કરી નથી

31મી માર્ચ સુધી જ લાભ

જવાબ | હા, કેમકે 1લી એપ્રિલથી તો પાંચ ટકા જીએસટી લાગુ પડશે

દસ્તાવેજ ક્યારે થાય ?

જવાબ | દસ્તાવેજ તો તરત થઈ શકે છે, કેમકે બિલ્ડર પોતાની ક્રેડિટમાંથી બાદબાકી કરશે. દસ્તાવેજ સાથે એને કોઈ નિસ્બત નથી

બિલ્ડર કેટલાં ટકા ભરશે

જવાબ | એ બિલ્ડર પર આધારિત છે. તે પ્રોજેક્ટ જોઇને નક્કી કરશે કે તેણે લોકોને કેટલો લાભ આપવો, 31મી માર્ચ સુધી બિલ્ડરે 12 ટકા જીએસટી ભરવાનો છે.

12 ટકા ન ભરવાના આવે એવુ બને

જવાબ | હા, જો બિલ્ડરની ક્રેડિટ વધુ જામ હોય અને પ્રોજેક્ટ ન વેચાયો હોય તો તે પુરેપુરી ક્રેડિટ પાસઓન કરી શકે છે.

આવુ કરવાથી શું ફાયદો

જવાબ | બંનેને ફાયદો. બિલ્ડરની ક્રેડિટ વપરાશે, લોકોને ફાયદો થશે અને બિલ્ડરનો ધંધો થશે.

એક્સપર્ટ ઓપિનિયન
સી.એ. ડેનિશ ચોકસી કહે છે કે બિલ્ડરની ક્રેડિટ પરત આપવા મામલે નોટિફિકેશનમાં કોઈ ઉલ્લેખ નથી. જો પાછળથી કોઇ નિકાલ ન આવે તો વિવર્સની જેમ ક્રેડિટ જામ પણ થઈ શકે છે. આથી તેનો ફાયદો લોકોને મળે એ માટે જે મકાન વેચાશે તેમાં લોકોએ આપવી પડતી ક્રેડિટ બિલ્ડર પોતાના એકાઉન્ટમાંથી માઇનસ કરાવી શકે છે. જેથી બિલ્ડરોની જામ રહેતી ક્રેડિટ પણ વપરાશે અને લોકોને પણ ફાયદો થશે. જ્યારે ક્રેડાઇ પ્રેસિડેન્ટ જસમત વિડીયા કહે છેકે, અંદાજે 250થી 300 કરોડની ક્રેડિટ છે. 5 ટકા જીએસટીથી બાંધકામમાં પ્રતિ સ્કવેર ફુટ 40 રૂપિયાનું ભારણ વધશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો