તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાપીકિનારે સૂર્યયાગ પાપ, તાપ સંતાપ હરશેઃ કથાકાર પ્રફુલ શુકલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યદા ન ગંગા ન રેવા ન સરયૂ.. પૃથ્વી પર જ્યારે ગંગા, રેવા કે સરયૂ નદી ન હતી, ત્યારથી તાપીમાતા વહેતી આવી છે. સતયુગથી વહેતી આ તાપી માતાના કિનારે સૂર્યયાગ ભક્તોના જીવનના પાપ, તાપ અને સંતાપ હરશે. સંત પરભુદાદાના સૂર્યયાગમાં કથાકાર પ્રફુલ શુકલે આ શબ્દો અબ્રામામાં કહ્યાં હતા

આછવણીના સંત પરભુદાદાના સાંનિધ્યમાં સુરતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર યોજાયેલા 1008 કુંડી સૂર્યયાગ સંપન્ન થયો હતો. આ પ્રસંગે પ્રગટ પ્રગટેશ્વર ધામના સંત પરભુદાદાએ કહ્યું કે સૂર્યપુત્રી તાપીના કિનારે સૂર્યનારાયણની પૂજા, ગાયત્રીમંત્રના જાપ અને યાગના અપાયેલી આહૂતિનો ત્રિવેણી સંગમ ભક્તોના જીવનમાં નવો પ્રકાશ પાથરશે. તાપીમાતાનો જન્મ જ સૂર્યનારાયણના સંતાપને હરવા માટે થયો હતો. જીવનમાં જ દીકરી જ બાપનો સંતાપ હરે છે. આ પ્રસંગે ભક્તોએ આપેલી આહૂતિઓ ભક્તોના જીવનભરના સંતાપને હરશે.

કથાકાર પ્રફુલ શુકલે કહ્યું કે તાપીમાતાના કિનારે સૂર્યયાગ અનેકઘણું ફળ આપે છે. આજ તાપીમાતામાં અનેક નદીઓનો સંગમ છે. શાસ્ત્રોમાં તાપીમાતા એકમાત્ર એવી નદી છે કે જેના બંને કિનારા પવિત્ર મનાય છે. આવી પવિત્ર નદીના કિનારે યાગ ભવોભવના તાપને હરે છે. યજ્ઞના આચાર્ય તરીકે અનિલભાઈ જોશી અને કશ્યપભાઈ જાની હતા. યાગમાં શિવપરિવારના બિપીનભાઈ પરમાર, સંજય મેથીવાલા અને તેમની ટીમે સંકલન કર્યું હતું. વહેલી સવારે અરણીમંથન સાથે યાગનો અગ્નિ પ્રગટાવાયો હતો. ત્યારબાદ સૂર્યનારાયણની રાજોપચાર પૂજા, ગાયત્રીમંત્રના સમૂહ જાપ અને આહૂતિઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના શિવપરિવારના ત્રણ હજારથી વધુ ભક્તો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...