તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાઝ્યા પર તાંત્રિકનો ડામ: ધંધો પાટે ચડાવવા તાંત્રિક વિધિનો સહારો લીધો તો ધૂતારો 3.35 લાખ લઈ છૂ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અલથાણમાં રહેતા કાપડના વેપારી સાથે 8 વર્ષ પહેલાં એક ઠગે 40 લાખની છેતરપિંડી કરી ગયો હતો. જેના કારણે અન્ય વેપારીઓ રૂપિયા માટે ઉઘરાણી કરવા આવતા હતા. જેથી ધંધામાં પડી રહેલી મુશ્કેલીને હલ કરવા માટે વેપારીએ કોસંબા મુસ્લિમ મહોલ્લામાં રહેતા તાંત્રિકની વાતમાં આ‌વી વિધિ કરાવવા ઘરે બોલાવતાં બન્ને તાંત્રિકો ઘરેણાં અને રોકડ મ‌ળી 3.35 લાખની ચોરી કરી ભાગી ગયા હતા. 23મી તારીખે બપોરે તાંત્રિક વિધિ કરવા માટે બન્ને તાંત્રિકોએ વેપારીને એક કલાક માટે બહાર જવાનું કહ્યું અને તેની પત્નીને બેસાડી તાંત્રિક ઈલુ અહમદ શાહ તેના સાગરીત અમિત સાથે ગ્રાઉન્ડ ફ્લોરમાં બેઠો હતો. ત્યારે તાંત્રિકે વેપારીને કહ્યું ‘ તું તારી પત્નીને બધાં ઘરેણાં પહેરાવી દે અને તું 3 કિલોમીટર દૂર જઈ ઊભો રહે’ ત્યાર બાદ ઇલુ ઘરમાં ધુપ કરતા વેપારીની પત્ની બેભાન થઈ જાય છે આ દરમિયાન તાંત્રિકોએ ચાર બંગડી, બે ચેઈન અને 80 હજારની રોકડ મળી 3.35 લાખની મતા ચોરી ભાગી ગયા હતા. ખટોદરા પોલીસે વેપારીની ફરિયાદ લઈને તાંત્રિક ઈલુ અહમદ શાહ અને અમિતની સામે ગુનો નોંધ્યો છે.

ફર્સ્ટ પર્સન : અગાઉ 2 લાખ પડાવી જ લીધા હતા
હું પહેલા હીરાની ઓફિસમાં કામ કરતો હતો, પરંતુ મેં છેલ્લા બે મહિનાથી નોકરી છોડી દીધી હતી. 8 વર્ષ પહેલાં ઘોડદોડ રોડ પર મારી કાપડની દુકાન હતી. જેમાં પણ મારી સાથે સુમિત કલાણી નામના ઠગે 40 લાખની છેતરપિંડી કરી હતી. જેથી વેપારીઓ મારી પાસે ઉઘરાણી કરતા હતા. ઉપરથી મારા ઘરને પણ સુરત મહાનગરપાલિકા સીલ મારી ગયા હતા. આ બધી તકલીફોને કારણે હું ટેન્શનમાં આવી ગયો હતો. તે વખતે મને મારા કારીગરે કોસંબાના તાંત્રિક અહમદ શાહ ઉર્ફે મામાની ઓળખાણ કરાવી હતી. તાંત્રિકે મને ‘પૂજા-પાઠની વિધિ કરાવવાથી તમારી અડચણ દૂર થશે અને ધંધામાં પણ રાહત થશે’ એમ કહી વિધિના નામે ટુકડે- ટુકડે કરી બે લાખની રકમ પડાવી હતી. તાંત્રિક સાથે તેનો પુત્ર ઈલુ પણ આવતો હતો. દરમિયાન તાંત્રિક અહેમદ શાહ ઉર્ફે મામાનું મરણ થતાં તેના પુત્ર ઈલુ મને ફોન કરીને જણાવ્યું કે મારા પિતાજી મરણ પહેલાં મને પૂજા વિધિ શીખવાડી ગયા છે. તમારો ધંધો ફરીથી સારી રીતે ચાલે તે માટે તેણે ઘરે પૂજા-વિધિ કરવાનું કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો