તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમિલનાડુ:1 લાખ કેરેટ હીરા મુંબઇમાં વેચાણ માટે આવતા ભાવ ઘટ્યાની ચર્ચા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગમાં ખરીદ વેચાણ થતાં પલ્સ 11 ક્વોલિટીના હીરાની કિંમતમાં ઓચિંતો 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેની પાછળ આ ક્વોલિટીના તમિલનાડુથી 1 લાખ કેરેટ હીરા વેચાણ માટે મુંબઇના હીરા બજારમાં આવતાં તેની કિંમત ઘટી હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.

હમણાં જ સોમવારે રફ હીરાના નવા દર જાહેર થયા છે. જેમાં અડધા ટકાનો ફરક નોંધાયો છે. હીરાના દરમાં મોટો ફેરફાર નહી આવતાં શહેરના હીરા ઉદ્યોગકારોએ હાંશકારો વ્યક્ત કર્યો હતો.જોકે બુધવારે શહેરના બંન્ને હીરા બજારોમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે પલ્સ 11 ક્વોલિટીના હીરાની કિંમતમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા પાછળ ચાલી રહેલી ચર્ચા પ્રમાણે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા દ્વારા નોટબંધી દરમ્યાન મોટા પ્રમાણમાં પલ્સ 11 કેરેટના હીરાની ખરીદી કરવામાં આવી હતી. હવે તેમના અંગત વ્યક્તિ દ્વારા આ જ હીરા તમિલનાડુથી મુંબઇના હીરા બજારમાં વેચાણ માટે આવ્યા છે. જોકે, આ અંગે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ ગુજરાતીના જ્ણાવ્યાનુસાર, ડાયમંડની કિંમતમાં અવાર-નવાર ફેરફાર આવતો હોઇ છે. જોકે પલ્સ 11ને લઇને જે ચર્ચાઓ ચાલી રહી છે તે સાંભળવામાં આવી નથી. જોકે પલ્સ 11ની કિંમતમાં જેટલો મોટો ઘટાડો જણાવામાં આવી રહ્યો છે.

વધુ એક વિદેશી કંપનીએ ચેપ્ટર 11ની અરજી નોંધાવી
સુરત-મુંબઇ સહિત વૈશ્વિક માર્કેટમાં હીરાના ઉઠમણાઓ નોંધાવવાની સાથો-સાથ વિદેશી કંપનીઓ દ્વારા ચેપ્ટર 11 હેઠળ નાદારી નોંધાવવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. સતત બની રહેલા ચેપ્ટર 11ના બનાવોના કારણે વૈશ્વિક માર્કેટમાં ધિરાણ કરતી ભારતીય બેંકો પોતાનું ધિરાણ પરત ખેંચી રહી છે. ત્યારે કિંગ્સ ઓફ ડાયમંડ નામની કંપનીએ મીઆમી ખાતે ચેપ્ટર 11ની અરજી નોંધાવી છે. જેની ચર્ચા શહેરના હીરા બજારોમાં રહી હતી.

બિઝનેસ રિપોર્ટર | સુરત

સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગમાં ખરીદ વેચાણ થતાં પલ્સ 11 ક્વોલિટીના હીરાની કિંમતમાં ઓચિંતો 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેની પાછળ આ ક્વોલિટીના તમિલનાડુથી 1 લાખ કેરેટ હીરા વેચાણ માટે મુંબઇના હીરા બજારમાં આવતાં તેની કિંમત ઘટી હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.

હમણાં જ સોમવારે રફ હીરાના નવા દર જાહેર થયા છે. જેમાં અડધા ટકાનો ફરક નોંધાયો છે. હીરાના દરમાં મોટો ફેરફાર નહી આવતાં શહેરના હીરા ઉદ્યોગકારોએ હાંશકારો વ્યક્ત કર્યો હતો.જોકે બુધવારે શહેરના બંન્ને હીરા બજારોમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે પલ્સ 11 ક્વોલિટીના હીરાની કિંમતમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા પાછળ ચાલી રહેલી ચર્ચા પ્રમાણે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા દ્વારા નોટબંધી દરમ્યાન મોટા પ્રમાણમાં પલ્સ 11 કેરેટના હીરાની ખરીદી કરવામાં આવી હતી. હવે તેમના અંગત વ્યક્તિ દ્વારા આ જ હીરા તમિલનાડુથી મુંબઇના હીરા બજારમાં વેચાણ માટે આવ્યા છે. જોકે, આ અંગે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ ગુજરાતીના જ્ણાવ્યાનુસાર, ડાયમંડની કિંમતમાં અવાર-નવાર ફેરફાર આવતો હોઇ છે. જોકે પલ્સ 11ને લઇને જે ચર્ચાઓ ચાલી રહી છે તે સાંભળવામાં આવી નથી. જોકે પલ્સ 11ની કિંમતમાં જેટલો મોટો ઘટાડો જણાવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો