તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat News Take Away The Phone From The Mla Bikers Chasing Up To Two Km On Another39s Bike Kicked Snachers And Threw Me Down 073026

MLAપાસેથી ફોન ઝૂંટવી બાઇકર્સ ભાગ્યા, અન્યની બાઇક પર બે કિમી સુધી પીછો કરીને સ્નેચર્સને લાત મારી નીચે પાડી રંગેહાથ ઝડપી લીધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | જહાંગીરપુરાની મધુવન સોસાયટીમાં રહેતા ઓલપાડના ધારાસભ્ય મુકેશ ઝીણાભાઈ પટેલ(50 વર્ષ) આજ રોજ સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. રસ્તામાં બાઇક પર આવેલા બે જણાએ તેમના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. ધારાસભ્યએ ફોન ન છોડતાં લૂટારુ ભાગી ગયા હતા.દરમિયાન અન્ય એક બાઇક પર બેસીને ધારાસભ્યએ બે કિમી સુધી સ્નેચરોનો પીછો કરીને તેમની બાઇકને લાત મારી નીચે પાડી ઝડપી પાડ્યા હતા.

મોર્નિંગ વોકમાં નીકળેલા ઓલપાડ એમએલએ મુકેશ પટેલ સાથે બનેલી ઘટના

હું રોજ સવારે મિત્રો સાથે મોર્નિંગ વોક માટે નીકળું છું. આજે સવારે મિત્ર સાથે મોર્નિંગ વોક માટે નીકળ્યો હતો. 5.20 મિનિટે ઘરેથી થોડા અંતરે પેટ્રોલ પંપ પાસેથી પસાર થતો હતો ત્યારે એક મિત્રનો ફોન આવ્યો હતો. હું વાત કરતાં-કરતાં ચાલતો હતો. તે સમયે પાછળથી એક બાઇક પર આવેલા બે પૈકી પાછળ બેસેલા યુવકે મારો મોબાઈલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. મેં ફોન નહીં છોડતાં નીચે પડી ગયો. મારા પગને ઈજા થઈ હતી. તે સમયે પાછળથી એક યુવક બાઇક લઈને આવતો હતો. મેં તેને ઊભા રહેવાં કહ્યું હતું. તેની બાઇક પર બેસીને સ્નેચરોનો પીછો કરવા કહ્યું. સ્નેચરોનો પીછો કરતા તેઓ સારોલી બ્રિજને બદલે નીચે ગયા. બે આગળ ટર્ન આવતાં તેઓએ બાઇક ધીરે કરી હતી. તે હું તેમની બાઇક સુધી પહોંચી ગયો હતો. મેં સ્નેચરોની બાઇકને લાત મારતાં તેઓ નીચે પટકાયા હતા. મારી પાછળ-પાછળ મારા અન્ય મિત્રો પણ આવતા હતા. તેઓ પણ પહોંચી જતાં અમે બંનેને ઝડપી પાડ્યા હતા. ત્યાંથી જ મેં ડીસીપી ઝોન-4 ને ફોન કરીને બનાવની જાણ કરી હતી. જહાંગીરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે આવી પહોંચતા માહિર મેહમુદ ઘાંચી અને તૌસિફ અબ્દુલ દીવાન (બંને રહે. કોસાડ આવાસ, અમરોલી)ને ઝડપી પાડ્યા હતા. ત્યાર બાદ મેં બંને વિરુદ્ધ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફર્સ્ટ પર્સન મુકેશ પટેલ, ધારાસભ્ય

મોબાઇલ ઝૂંટવવાનો પ્રયાસ કરતા ઝડપાયેલો આરોપી. બીજો આરોપી સગીર છે.

નાટક: આરોપીઓએ ગોળી ગળી

બંને આરોપીઓને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા ત્યારે તેમની પોલીસે થોડો માર માર્યો હતો. તે સમયે બંને આરોપીઓએ તેમના ખિસ્સામાં રાખેલ કોઈ ગોળી ગળી ગયા હતા. જોકે, તેમને થોડા સમય બાદ પણ કાંઈ નહીં થયું તેઓએ પોલીસના મારની અસર ઓછી મહેસૂસ થાય તે માટે પેઇન રિલિવરની ગોળી ખાધી હોવાનું મનાય છે.

24 કલાકમાં મોબાઇલ ચોરીના 8 ગુના

છેલ્લા 24 કલાકમાં મોબાઈલ ચોરીના 8 ગુના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયા છે. વરાછામાં 6 ,કાપોદ્રામાં 1 અને અમરોલીમાં 1 ગુનો નોંધાયો છે. ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં મોબાઇલ ચોરીના 200 ગુના પોલીસ ચોપડે નોંધાયા છે. જ્યારે ફરિયાદી ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશને જાય છે ત્યારે પોલીસ ફરિયાદ લેતી નથી.

અન્ય સમાચારો પણ છે...