સ્વાઈન ફ્લૂના વધુ 4 પોઝિટિવ, કુલઆંક 463

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | શહેર જિલ્લામાં સ્વાઈન ફ્લૂના વધુ ચાર કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 463 થઈ ગયો છે. હાલ 31 દર્દી સારવાર માટે દાખલ છે. જેમાં 5 વૅન્ટિલેટર પર, 3 બાઈપેપ પર અને 4 ઓક્સિજન પર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. સરથાણાના 2 વર્ષીય બાળક અને ભેસ્તાનના 35 વર્ષીય યુવકનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ શનિવારે પોઝિટિવ આવ્યો છે. આ સાથે શહેરમાં સ્વાઈન ફ્લૂ પોઝિટિવ કેસની કુલ સંખ્યા 398 થઈ છે. તેવી જ રીતે જિલ્લામાં પલસાણાના પોણા બે વર્ષની બાળકી અને 6 વર્ષની બાળકીનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.