તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વામી વિવેકાનંદની પ્રથમ ટપાલ ટિકિટ વર્ષ-1963માં બહાર પડી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્વામી વિવેકાનંદની પ્રથમ ટપાલ ટિકીટ સન 1963માં બહાર પડી અને ત્યારબાદ છેલ્લીં ટપાલ ટિકીટો સન 2013માં બહાર પડી હતી. તેના સંભારણા શહેરના ટપાલ ટિકીટોના શોખીન સુરેશભાઈ ચોરાવાલા પાસે આજેપણ છે. આજે તેમની 157મી જન્મજયંતી ઉજવાશે.

સુરતના નિવાસી અને 77 વર્ષના સુરેશભાઈ ચોરાવાલા પાસે ટપાલ ટિકિટોનો અનેરો સંગ્રહ છે. તેમાં સ્વામી વિવેકાનંદની પણ ટપાલ ટિકીટો છે. આ અંગે સુરેશભાઈએ જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો. તે સમયે ભારત પરાધીન દેશ હતો. આથી આઝાદી બાદ સ્વામીજીની પ્રથમ ટપાલ ટિકિટ તેમના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે સન 1963માં 17 જાન્યુઆરીએ સરકારે બહાર પાડી હતી.

આ ટિકિટની કિંમત તે સમયે 15 પૈસા હતી. તેમાં તેમના હસ્તાક્ષર સાથે સન 1893થી 1902નો સાલ દર્શાવાઈ છે. સ્વામી વિવેકાનંદે શિકાગોમાં સન 1893માં આપેલું વ્યાખ્યાન આજેપણ વિશ્વમાં પ્રેરણા આપે છે.

જેથી તેની સ્મૃતિમાં 11 સપ્ટેમ્બર 1993માં સરકારે સ્વામી વિવેકાનંદની 2 રૂપિયાની ટપાલ ટિકીટ બહાર પાડી હતી. તેમાં તેમણે વ્યાખ્યાન આપેલું તે શિકાગો આર્ટ ઇન્સ્ટિટ્યૂટ પણ બેકગ્રાઉન્ડમાં દર્શાવાયું છે. ત્યારબાદ 26 ડિસેમ્બર 1996માં કન્યાકુમારીના શિલા સ્મારક સાથે 5 રૂપિયાની કિંમતની ટપાલ ટિકીટ બહાર પાડી હતી. સન 2013માં 5 રૂપિયાની ત્રણ અને 20 રૂપિયાની એક ટપાલ ટિકીટ સ્વામીજીના જન્મના 150 વર્ષ નિમિત્તે સરકારે બહાર પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો