તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપિલા એન્ડ ટોળકી અરજીઓ કરી સેટિંગ કરતી હોવાની શંકા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર.સુરત | કોંગ્રેસના લાંચીયા મહિલા કોર્પોરેટર કપિલા પટેલ એન્ડ ટોળકી પાલિકામાં ગેરકાયદે બાંધકામની અરજીઓ કરી કોન્ટ્રાકટરો, વેપારીઓ, બિલ્ડરો તેમજ ટ્રાન્સપોર્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરતી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે મહિલા કોર્પોરેટરનો પતિ તો જાણે પોતે જ કોર્પોરેટર હોય તેવો રુબાબ કરતો હતો. 2019માં કરેલી અરજીમાં 50 હજારની લાંચમાં કપિલા એન્ડ ટોળકી એસીબીની જાળમાં ફસાય ગઈ હતી. હાલમાં કોર્પોરેટર કપિલા પટેલ અને તેના પતિ પલ્કેશ પટેલ બન્ને ફરાર છે.

કોર્પોરેટર કપિલા પટેલ તેનો પતિ પલ્કેશ અને વચેટિયો હિતેશ

હિતેશ પટેલના 13મી સુધીના રિમાન્ડ
લાંચની રકમ લેનાર કોર્પોરેટરના વાઉચર હિતેશ પટેલની એસીબીએ ધરપકડ કરી બુધવારે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટએ તેને 13મી તારીખે સાંજે 4 વાગ્યા સુધીના પોલીસ રિમાન્ડ આપ્યા હતા. રિમાન્ડમાં મુખ્ય સૂત્રધાર એવા લાંચીયા મહિલા કોર્પોરેટર કપિલા પટેલ અને તેના પતિ પલ્કેશની ભાળ મેળ‌વાની છે. ઉપરાંત હિતેશએ આવી રીતે કોની કોની પાસેથી પૈસા લીધા આ તમામ પાસાઓને એસીબીનો સ્ટાફ બારીકાઈથી તપાસ કરશે.

‘બિલ્ડર આવશે, પડીકું લઇ લેજો’
પહેલા મહિલા કોર્પોરેટરના લાલચી પતિએ બિલ્ડરને 50 હજારની રકમ માટે માત્ર ‘પેલુ પહોંચાડી દો’ એવુ કહ્યું હતું. બાદમાં ઉધના ભાઠેના રાકેશ ટ્રેડર્સના નામે હાર્ડવેરના નામે વેપાર કરતા હિતેશ મનુ પટેલને પલ્કેશએ કોલ કરીને બિલ્ડર તમારી દુકાને આવશે પડીકું લઈ લેજો, એવુ કહ્યું હતું. બિલ્ડર એસીબીના સ્ટાફ સાથે છટકું ગોઠવીને દુકાને પહોંચ્યા તો કોર્પોરેટર વાઉચર ન હતો. આથી બિલ્ડરે વાઉચરને કોલ કર્યો તો તેણે 50 હજારની રકમ લઈ ઉધના દરવાજા પાસે બોલાવ્યો હતો.

દસ્તાવેજો, ડોક્યુમેન્ટો હાથ લાગ્યા
ઉધના મેઇન રોડ પર ખરવરનગરમાં શિવમ એપાર્ટમેન્ટમાં રહેતા મહિલા કોર્પોરેટર કપિલા પલ્કેશ પટેલના ઘરે અને ઓફિસે એસીબીના સ્ટાફે સર્ચ કર્યુ હતું. જેમાં ઘરેથી મકાનના દસ્તાવેજા ઉપરાંત અન્ય ડોક્યુમેન્ટો હાથ લાગ્યા હતા. જ્યારે ઓફિસેથી એસીબીના સ્ટાફે કેટલાક મહત્વના કાગળો મળ્યા છે.

વહીવટ કરવા માટે કપિલાએ અરજીઓને બનાવ્યું ‘શસ્ત્ર’
કોર્પોરેટર કપિલા પટેલે પાલિકામાં વર્ષ 2017માં 15 અરજીઓ તેમજ 2016માં 2 ઉપરાંત 2019માં 1 મળી 18 અરજીઓ હતી. કપિલા અને ટોળકી ગાંધીનગર સચિવાલય, લિંબાયત ઝોનના કાર્ય પાલક ઇજનેર, પોલીસ કમિશનરને બાંધકામની વિવિધ અરજીઓ કરીને કોન્ટ્રાક્ટરો, વેપારીઓ, બિલ્ડર તેમજ ટ્રાન્સપોર્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરતી હતી.

10 અરજીઓ પ્લાન વિરુદ્ધ બાંધકામ દૂર કરવા અંગે | 18 અરજીઓમાંથી 10 અરજીઓ એવી છે જેમાં માત્ર પ્લાન વિરુદ્ધ બાંધકામ દૂર કરવાની ફરિયાદ કરવામાં આવી છે તેમજ માર્જીનની જગ્યામાં બાંધકામ દૂર કરવા અંગે ઉલ્લેખ કરાયો છે. લિંબાયતમાં સોમેશ્વર માર્કેટ, રાધે માર્કેટ, અનુપમ માર્કેટ, નારાયણ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ, ટીપી નં-7માં આવેલું મયુર હાઉસ, રીતુરાજ માર્કેટમાં ગેરકાયદે બાંધકામ, માર્જીનની જગ્યામાં કરવામાં આવેલું બાંધકામ, મંજૂરી વગર લેવામાં આવેલા વધારાના માળ, બીયુસી, કોન્ટ્રાક્ટર તેમજ આર્કેટેક દ્વારા મુકવામાં આવેલો પ્લાન, પાર્કિંગની જગ્યામાં બનાવવામાં આવેલી દુકાનો મુદે વિવિધ વિભાગને અરજીઓ કરવામાં આવી હતી. આંજણાની સાંઇ ખાટી માર્કેટની ઇમ્પેક્ટ ફી રદ થઇ હોવા છતાં કાર્યવાહી નહીં કરવા બાબતે પણ ગાંધીનગર સચિવાલયમાં અરજી કરી હતી.

બાંધકામમાં વાંધા કાઢી અરજીઓ કરી બિલ્ડરો વિરુદ્ધ કાર્યવાહીની માગ
અન્ય સમાચારો પણ છે...