તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યા કેસના શકમંદે વરાછા પોલીસના ટોઈલેટમાં ગળા પર કાચ મારી લીધા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વરાછા પોલીસે હત્યાની શંકામાં એક આરોપીની ગઈ કાલે અટકાયત કરી હતી, તેણે ટોઇલેટમાં ગળાના ભાગે કાંચ મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

વરાછામાં રેલવે સ્ટેશનથી આગળ પાટીચાલ ઝુપડપટ્ટીમાં રહેતો ઉમેશ રામવચન યાદવ(28 વર્ષ) મજુરી કરે છે. વરાછામાં છેલ્લા પખવાડિયામાં બે હત્યાના બનાવ હતા. પોલીસ બુધવારે શકમંદ તરીકે ઉમેશ રામવચન યાદવને લાવી તેના વિરુદ્ધ 151 દાખલ કરી ધરપકડ કરી પૂછપરછ કરાઈ રહી હતી. ત્યારે પેશાબ જવું છે કહીને ઉમેશ ટોઇલેટમાં જઈ દારૂના સેમ્પલ લેવા માટેની ખાલી બાટલીને ફોડીને પોતાના ગળાના ભાગે કાંચ માર્યો હતો. સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાં તેની હાલત હવે સામાન્ય છે. ઉમેશ ગળાના બિલકુલ મધ્યભાગમાં કાંચ મારી દીધો હતો.ઉમેશનું કોઈ નજીકનું સગુ સુરતમાં નથી રહેતો. શા માટે કાંચ માર્યું તે બાબતે તેને કાંઈ જણાવ્યું નથી. પીઆઈ બી.એન.સગરે જણાવ્યું કે પુછપરછ માટે ઉમેશને લાવ્યા હતા. તેના વિરુદ્ધ પહેલા કોઈ ગુનો નથી. હાલ તેની હાલત સુધારા પર છે.

લોહીલુહાણ થતા પોલીસ યુવકને સ્મીમેરમાં લઈ ગઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો