તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

JEE એડવાન્સમાં સુરતનો કૌસ્તુભ દિઘે દેશમાં સાતમાં ક્રમે આવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | સુરત-કોટા

આઇઆઇટી રુડકીએ શુક્રવારે જેઇઇ એડવાન્સનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં સુરતનો કૌસ્તુભ દિઘે 372માંથી 324 માર્ક લાવી દેશમાં સાતમાં ક્રમે આવ્યો છે. સવારે દસ વાગ્યે જ પરિણામ જાહેર થઈ ગયુ હતું. પરંતુ વેબસાઇટમાં ટેક્નિકલ ખામી આવતા પરિણામ જોવામાં તકલીફ પડી હતી. કૌસ્તુભ કોટાથી પરીક્ષા આપી હતી. જેઈઈ મેન્સમાં તેનો ઓલ ઇન્ડિયા રેન્ક 55મો આવ્યો હતો. દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં કહ્યું હતું કે ‘ધો.12ની પરીક્ષા આપી રહ્યો હતો. ત્યારથી જેઇઇની તૈયારી કરતો હતો. ધો.12માં તેનો 97 ટકા આવ્યા હતા.’ પહેલા મેથેમેટિક્સ કાચું હતુ. પણ વારંવાર પ્રેક્ટિસ કરવાથી મેથ્સનો ડર હતો તે દૂર થઈ ગયો હતો. આ સાથે સ્માર્ટ ફોન કે સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કર્યો. પિતા હેમંતભાઈ ઓએનજીસીમાં એન્જિનિયર છે. માતા અર્પણા હાઉસ વાઇફ છે.

અન્ય સમાચારો પણ છે...