તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તર-પૂર્વના સૂસવાટાભર્યા પવનથી સુરતીઓ ધ્રૂજ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તર ભારતમાં ગાત્રો થિજવતી ઠંડીની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસથી ઉત્તર-પૂર્વ દિશાથી 8 કિલોમીટરની ઝડપે સૂસવાટાભર્યા પવનથી સમગ્ર સુરત શહેરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઠંડીનો પારો 13.5 ડિગ્રી થઇ જતાં દિવસભર ઠંડીનો અહેસાસ થયો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શહેરનું મહત્તમ તાપમાન 28.6 ડિગ્રી નોંધાયું. જ્યારે લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું હતું. રવિવારની સરખામણીમાં લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થયો છે. હાલમાં ઉત્તર ભારતમાં જમ્મુ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં નવેસરથી હિમવર્ષા શરૂ થઇ છે. જેના કારણે ઉત્તર દિશાથી ફૂંકાતા પવનથી કાતિલ ઠંડી ગુજરાતમાં ફેલાઇ ગઇ છે. હજુ બે-ત્રણ દિવસ શહેરમાં કોલ્ડવેવ રહેવાની શક્યતા છે. દિવસભર ઠંડા પવન ફૂંકાવાના કારણે લોકોએ સવારથી જ ગરમવસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. ઠંડીથી બચવા માટે લોકો ઠેકઠેકાણે તાપણું કરતા નજરે પડ્યા હતા. ઠંડીના ચમકારાના કારણે મોડીરાતે લોકોએ ઘરમાં જ પુરાઇ રહેવાનું મુનાસિબ માનયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 42 ટકા અને સાંજે 25 ટકા નોંધાયું હતું. તેમજ હવામાં દબાણ 1015.1 મિલિબાર રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...