શહેર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા સુરતીઓ આજે અનોખો વેલેન્ટાઇન્સ ડે ઉજવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સુરતીઓ પોતાના શહેરને પ્રેમ કરે તે અંગે જાગૃતતા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ડુમસ રોડ પર બિગબજારથી લઈને રાહુલરાજ મોલ સુધી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પેઈન્ટીંગ, લાઈવ મ્યુઝિક, ઝાંખીઓ, ફુડ, ઝુમ્બા જેવી એક્ટિવીટી યોજવામાં આવશે. જેમાં 15થી 20 જેટલી ઝાંખીઓ હશે ઉપરાંત એસએમસી કચરા ગાડી, વર્કર, ચાર્ટડ સાઈકલ જેવી ઝાંખીઓ જોવા મળશે. સુરતનું જમણ અને કાશીનું મરણ બેનર હેઠળ વિવિધ ફુડ આઈટમો પણ સુરતીઓ ખાઈ શકશે. હમ ભી હે સુરતી બેનર હેઠળ પેટ કોર્નર રખાશે. જેમાં સુરતીઓ પોતાના પેટ્સને લાવી શકે છે આ ઉપરાંત હાથી, ઘોડા અને ઉંટની સવારીની મજા પણ માણી શકાશે.

વર્ષો પહેલા જે રમતો હાલ ભુલી જવાઈ છે તેવી રમતો જેવી કે લીંબુ ચમચી, કોથળા દોડ, ખો-ખો, લખોટી જેવી રમતો મારૂ સુરત તંદુરસ્ત સુરત બેનર હેઠળ રમાડવામાં આવશે. તેમજ યુઝ વેસ્ટ, મેક માય સિટી બેસ્ટ બેનર હેઠળ બેસ્ટમાંથી વેસ્ટ સ્કલ્પ્ચર પ્રદર્શન માટે મુકાશે. ઉપરાંત 3ડી પેઈન્ટીંગ, લાઈવ પેઈન્ટીંગ, કેનવાસ પેઈન્ટીંગ સહિતની પેઈન્ટીંગ એક્ટિવીટી કરાશે.

અન્ય સમાચારો પણ છે...