Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતી મહિલાએ POPમાંથી 3D પેઇન્ટિંગ બનાવ્યા
સુરતની મહિલા ચિત્રકારની 3ડી પેઇન્ટિંગની પસંદગી ઝાંસીમાં યોજાયેલી ચિત્ર પ્રદર્શન કરવામાં આવી હતી.કેન્વાસ ફેબ્રિક પર પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરી 3 ડી પેઇન્ટિંગ બનાવી હતી.ઝાંસી ખાતે બંુદેલખંડ આર્ટ સોસાયટી દ્વારા ‘મનુ-નારી શક્તિ’ થીમ પર યોજાયેલી ઇન્ટરનેશનલ સ્પર્ધામાં દેશ વિદેશની 300 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો.
ફ્લાવરનું ચિત્ર બનાવ્યું છે.જેને બનાવતા 50 દિવસનો સમય લાગ્યો હતો.POPનો ઉપયોગ કરી ચિત્રમાં ફુલની પાંદડીઓ બનાવી છે.ચોકના પાઉડર અને ફેવિકોલનો ઉપયોગ કરી આકાર આપવામાં આવ્યો છે. આમા ચિત્ર બનાવતા હોય તો ફ્લાવરની આકૃતિ તૈયાર કરી પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવે છે. આ ચિત્રમાં એક્રેલિક કલરનો ઉપયોગ કરી 3ડી પેઇન્ટિંગ બનાવાયું હતું.
પક્ષીનું ચિત્ર બનાવતા એક મહિનાનો સમય લાગ્યો હતો, જેમાં કેન્વાસ ફેબ્રિક, પ્લાસ્ટર ઓફ પેરિસનો પાઉડર, ચોકનો પાઉડર અને ફેવિકોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.પક્ષીઓને સફેદ કલરથી આકાર આપવામાં આવ્યો છે.સફેદ કલર શાંતિનું પ્રતિક છે જેથી ચિત્રોમાં સફેદ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ફ્લાવરનું ચિત્ર બનાવતા 50 દિવસનો સમય લાગ્યો હતો જેમાં POPનો ઉપયોગ કરી ફુલની પાંદડીઓ બનાવી છે
} પારૂલ સોસાએ કહ્યું હતું ‘ઝાંસી ખાતે યોજાયેલી ઇન્ટરનેશલ ચિત્ર સ્પર્ધામાં 300 મહિલાએ ભાગ લીધો હતો જેમાં 74 મહિલા ચિત્રકારના ચિત્રોની પસંદગી થઇ હતી.જેમાં ગુજરાતની ત્રણ મહિલા ચિત્રકારના ચિત્રોની પસંદગી કરી પ્રદર્શનમાં મુક્યા હતા. કેન્વાસ ફેબ્રિકનો ઉપયોગ કરી બનાવેલા 3 ડિ પેઇન્ટિંગ પણ પ્રદર્શિત થયા હતા.