તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતની બહેનોએ સા.અમેરિકાનો બીજો નંબરનો ઊંચો પર્વત સર કર્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખ્યાતિ મણિક | citybhaskarsurat@gmail.com

‘માઈનસ 15 ડિગ્રી ટેમ્પરેચર હતું. 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાઈ રહ્યો હતો. ઝડપી પવનમાં ટેન્ટ ઉડી ગયા હતાં. આરામ કરવાનો સમય હતો પરંતુ અમે ટેન્ટ પકડીને અંદર બેસી રહ્યા હતાં. ત્યારે અમને એવું લાગતું હતું કે, અમારાથી આ સમીટ પુરી થશે નહીં.’ સાઉથ અમેરિકાનો સૌથી ઉંચો બીજા નંબરનો પહાડ ઍકોનકાગુઆ સુરતની બે બહેનો અનુજા વૈદ્ય અને અદિતિ વૈદ્યએ સર કર્યો હતો. એમણે સિટી ભાસ્કર સાથે એમની સ્ટોરી શેર કરી હતી. 12 દિવસમાં 22837 ફુટ સુધીનું અંતર કાપ્યુ હતું.

25 કિલોની બેગ સાથે લઈને પર્વતારોહણ કરતાં
અનુજા વૈદ્ય, 21 વર્ષ
નાનીનું ઘર ઉત્તરાખંડમાં આવ્યું છે. વેકેશન હોય એટલે અમે ત્યાં જતા હતાં. બાળપણથી જ અમને પહાડો ચડવાનો શોખ હતો. અમેરિકાના ઍકોનકાગુઆ પહાડ પર પર્વરારોહણ શરૂ કર્યુ ત્યારે શરૂઆતમાં રણ આવે છે. 37 ડિગ્રી જેટલું તાપમાન હતું. મને એમ લાગતું હતું કે, સૂર્ય શરીરની અંદર સ્ટ્રો નાંખીને અમારી એનર્જી ખેંચી રહ્યો છે. આ તાપમાનમાં અમે એકમદ અકળાઈ ગયા હતાં. રસ્તામાં કોઈ પણ જગ્યાએ પાણી હતું નહીં. અમારી પાસે બે લિટર પાણી હતું એ પણ ગરમ થઈ ગયું હતું. પાણીનો એક એક ઘૂટડો ગણીને પીતા હતાં. રોજ 5 કલાક ટ્રેકિંગ કરતાં હતાં. એક પણ ઝાડ અમને દેખાતું નહોતું. અમે માંડ માંડ બેઈઝ કેમ્પ સુધી પહોંચ્યા હતાં. અમારી બેગ 25 કિલોની હતી. સાતમો દિવસ હતો ત્યારે અમને એમ થતું હતું કે, હવે અમે નીચે ઉતરી જઈએ પરંતુ હિંમત કરીને આગળ વધ્યા એટલે અમે આ સમીટ પૂર્ણ કરી શક્યા. જો અમે પરત ફરી ગયા હોત તો અમારાથી આ પહાડ સર ન થયો હોત.

બરફમાં પગ એક ફુટ અંદર ફસાઈ જતાં
અદિતી વૈદ્ય, 25 વર્ષ
કેમ્પ 3 પર અમે સવારે 3 વાગ્યે ઉઠીને 5 વાગ્યે પર્વતારોહણ શરૂ કર્યુ હતું. સવારે ખૂબ જ ઠંડી લાગતી હતી અને બરફ વર્ષા પણ શરૂ થઈ ગઈ હતી. પવન વધારે હતો એટલે આગળ જવામાં પણ વધારે મુશ્કેલીઓ થઈ રહી હતી. બરફમાં અમારા પગ એક ફુટ જેટલા ઊંડા ફસાઈ જતા હતાં. હવા પાતળી હતી એટલે મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. ગાંડા માણસની જેમ હું ચાલતી હતી. આંખો સામે કંઈ દેખાતું જ નહોતું. જ્યારે કોઇ હલાવીને ભાનમાં લાવે ત્યારે ખબર પડતી કે અમે ચડી રહ્યા છીએ. વચ્ચે એવો પણ સમય આવ્યો કે અમે ચાલીને એકદમ થાકી ગયા હતા અને વિચારવા લાગ્યા હતા કે હવે આનાથી આગળ જઈ ન શકીએ. અંદરથી તુટી ગયા હતા. ચાલીને પગ પણ છોલાઇ ગયા હતા. એનર્જી ડાઉન થઈ ગઈ હતી. પરંતુ ટીમના લોકોએ અમને ઘણો સપોર્ટ કર્યો અને પ્રોત્સાહન આપ્યુ કે હવે થોડુ જ અંતર બાકી છે થઈ જશે. 45 મિનિટ જેવુ ટોચ પર રહ્યા હતા અને પછી નીચે ઉતરતા 4 કલાક લાગ્યા હતા.

અનુજા વૈદ્ય અને અદિતિ વૈદ્યએ યુ.એસમાં જઈને ઍકોનકાગુઆ પર્વત પર સમિટ પુરી કરી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો