તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતનો પતંગ ઉદ્યોગ 200 વર્ષ જૂનો, સિઝનમાં 4 લાખ પતંગ બને

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતનું રાંદેર પતંગો બનાવવા માટે વર્ષોથી જાણીતું છે.રાંદેરમાં છેલ્લા 200 વર્ષથી પતંગો બનાવવાનો વ્યવસાય છે.રાંદેરમાં એવા કેટલાય પરીવારો છે, જેઓ પતંગ બનાવવાના વ્યવસાય સાથે જ સંકળાયેલા છે.રાંદેરમાં લગભગ 100 જેટલા કારીગરો પતંગ બનાવવાનું કામ કરે છે. સીઝન દરમિયાન સરેરાશ 3થી 4 લાખ પતંગો સુરતમાં બને છે. અન્ય શહેરોના લોકો પણ સુરતના પતંગના કારીગરોને ઓર્ડર આપીને પતંગ બનાવે છે. અબ્દુલમજીદ,ઉસ્માન પતંગવાલા, હુસેન પતંગવાલા, હાજીકમાલ પતંગ બનાવે છે. શરૂઆતના વર્ષોમાં માત્ર ગણતરીના સ્ટોલ જ રહેતા,પરંતુ આજે આ સંખ્યા 100 થી 150 જેટલી થઈ છે.

પતંગના વિવિધ નામો

પતંગ એ મૂળ સંસ્કૃતનો શબ્દ વ્રજમાં તે ચંગ તરીકે ઓળખાયો.બિહાર,ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના લોકો તેને તિરંગી ના નામે ઓળખે છે.દક્ષિણના તેલુગુ પ્રદેશમાં તે ગાલી પટ્ટા તરીકે ઓળખાય છે.મહારાષ્ટ્રમાં ભરાર,ટુકલ કે ધાર તરાકે પતંગને ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં બોદલો કે કાગડીયો તરીકે પતંગને ઓળખાય છે.કચ્છમાં પતંગ બગલું અને પડાઈ ના નામથી જાણીતો છે.

2500 કિલોનો વિશ્વનૌ સૌથી મોટો પતંગ

ઈ.સ 500 માં ચીની શહેનશાહ લિઆંગ સૈનિકોને એકત્ર કરવા માટે પતંગ દ્વારા સંકેત પાઠવતા હતા.

15 મી સદીમાં લીઓનાર્ડો દ વિન્ચીએ ખીણ અને નદીના માપ માટે પતંગનોે ઉપયોગ કર્યો હતો.

અઢારમી સદીમાં ડો.વિલ્સને હવાનું ઉષ્ણતામાન, દબાણ અને વાયુની ઝડપ જાણવા માટે પતંગનો ઉપયોગ કર્યો હતો.

ઈ.સ 1936માં જાપાનમાં 2500 કિલો કાગળ વાપરીને 39 ફૂટ ઊંચોે, 21 ફૂટ પહોળો અને 3100 મીટર લંબો પતંગ બનાવવામાં આવ્યો હતો.

જાપાનની ધ કાઈટ્સ નામની કંપની વિશ્વની સૌથી મોટી પતંગ ઉત્પાદન કરતી કંપની છે.

સમગ્ર વિશ્વમાં પતંગોના ચાહકોનું સૌથી મોટુ એસોસિયેશન અમેરિકાનું છે.

જયપુરના બાબુખાનાનીએ બનાવેલા પતંગની કિંમત મિનિમમ એક હજાર રૂપિયાથી શરૂ થાય છે.


અન્ય સમાચારો પણ છે...