તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોગસ બિલિંગ સ્કેન્ડલમાં સુરતની 16 ફર્મ સામેલ, શિપિંગ બિલ પણ બોગસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ સુરતથી ઉજાગર થયેલાં બોગસ બિલિંગ કૌભાંડના છેડા સમગ્ર દેશમાં જોડાયેલાં હોવાની માહિતી સામે આવતા સ્કેન્ડલની મોડસ ઓપરેન્ડી બાબતે ડીઆરઆઇ અને ડીજીસીજીએસટી દ્વારા દરેક જીએસટી કમિશ્નરેટને જાણ કરવાની શરૂઆત કરી છે. તપાસમાં એક વાત સપાટી પર આવી છે કે કૌભાંડીઓ એલ.આર. અને શિપિંગ બિલ પણ બોગસ બનાવ્યા હતા. દરમિયાન, સુરતમાં પડાયેલાં દરોડામાં કુલ 16 ફાર્મના નામ ખુલ્યા છે જેણે કરોડો રૂપિયાનું આઇ જીએસટી રિફંડ મેળવ્યું હોય. બીજી તરફ કૌભાંડીઓ ખેલ કરીને ભાગી ગયા હોય આજે ફોગવાએ આ બાબતે રોષ વ્યક્ત કરતાં કહ્યુ હતુ કે છેલ્લાં એક વર્ષથી વિવર્સ ક્રેડિટ માટે રીતસર વલખાં મારી રહ્યા છે અને બીજી તરફ કૌભાંડીઓને લીલાલહેર છે.

અઠવાડિયા અગાઉ ડીઆરઆઇ અને ડીજીસીજીએસટી દ્વારા શહેરમાં વરાછા, અડાજણ, મહિધરપુરા અને સિટિલાઇટમાં દરોડા પાડીને બોગસ બિલિંગ દ્વારા કરોડો રૂપિયાનું આઇજીએસટી રિફંડ મેળવવાનું દેશવ્યાપી સ્કૅન્ડલ ઉજાગર કર્યું હતુ. કૌભાંડમાં અમિત ડોકટર, મીહીર ચેવલી, આઝમ, સમીર મેમણ, સહિતના નામો સામે આવ્યા હતા. જ્યારે ઉંડાણપૂર્વક તપાસમાં ગારમેન્ટ એક્સપોર્ટમાં ભાસ્કર, હનિફ, મિત્તલ, નજીબ, દિલ્હીનો સચીન, જવાહર, ખાલીદ, બીલાલ વગેરના નામ પણ સપાટી પર આવ્યા હતા. ઼

ફોગવા પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું કે, મોડસ ઓપરેન્ડી જુઓ તો રિફંડ લઇને કૌભાંડીઓ પલાયન થઈ ગયા છે. બીજી તરફ અમે સરકારમાં રજૂઆત કરીને થાકી ગયા છે છતાં 600 કરોડની ક્રેડિટ મામલે કોઇ નિકાલ આવતો નથી. અમારે કોર્ટમાં જવાની ફરજ પડી છે.

અન્ય સમાચારો પણ છે...