તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત સેન્ટ જાયન્ટનો પાંચ ગોલથી વિજય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સ્વામીનારાયણ મિશમ સ્કૂલ લસકાણા ખાતે ચાલી રહેલી સુરત હેન્ડબોલ લીગમાં સાતમી મેચ ડ્રિબલ ડાઉન એચસી અને સુરત સેન્ટ જાયન્ય વચ્ચે રમાઈ હતી. સાતમી મેચમાં શાળાના પાર્ષદ સ્વામી વલ્લભ ભગત પણ હાજર રહ્યાં હતાં. આ મેચમાં બન્ને ટીમો વચ્ચે જોરદાર જંગ જોવા મળી હતી. બન્ને ટીમો લગભગ બરાબર ચાલી રહી હતી. પણ અંતિમ પળોમાં સુરત સેન્ટ જાયન્ટના નદીમે ઉત્કૃષ્ટ દેખાવ કરતા ટીમને લીડ અપાવી હતી. નદીમે મેચમાં 12 ગોલ કર્યાં હતાં. ફુટ ટાઇમ પર સુરત સેન્ટ જાયન્ટ 25 ગોલ પર અને ડ્રિબલ ડાઉન એચસી 20 ગોલ પર હતી. મેચમાં સેન્ટ જાયન્ટનો 5 ગોલથી વિજય થયો હતો. મેચમાં હેત પટેલે શાનદાર ગોલ કીપિંગ કરી હતી અને એમને બેસ્ટ ગોલ કીપર જાહેર કરાયો હતો. મેન ઓફ ધી મેચ નદીમને મળ્યો હતો. સુરત સેન્ટ જાયન્ટનો આ ત્રણ મેચમાં બીજો વિજય હતો. સુરત જાયન્ટની ટીમને અમિત પટેલ દ્વારા કોચિંગ અપાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...