તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતથી કિશનગઢ- બેલગાંવ હવે દોઢ કલાકમાં જ પહોંચાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

સુરતથી કિશનગઢ અને બેલગાવની મુસાફરીનો સમય ઘટી જશે. ઉડાન યોજના હેઠળ ઓગસ્ટ મહિનામાં બેલગાવથી વાયા સુરત થઈને કિશનગઢ જનારી ફ્લાઇટ સ્ટાર એરલાન્સ ઉડાવશે. જોકે, આ ફ્લાઇટનું અને ટ્રેનનું ભાડું લગભગ એક સરખું જ છે.

કેન્દ્ર સરકાર દ્વારા ઉડાન-3માં સુરતથી બેલગાવ અને કિશનગઢનો હવાઇ માર્ગ સ્ટાર એરલાઇન્સને આપ્યો છે. સ્ટાર એરલાઇન્સથી સુરતથી કિશનગઢ અને બેલગાવ પહોંચાડવા માટે એકથી દોઢ કલાક થશે. સુરતથી કિશનગઢ અને બેલગાવનું ભાડું બે હજાર આસપાસ રહેશે.

આ જ ભાડા અને સમયને ટ્રેન સાથે સરખાવીએ તો સુરતથી કિશનગઢનું ટ્રેનનું સેકેન્ડ એસીનું ભાડું રૂ. 2,000 આસપાસ અને બેલગાવનું સેકેન્ડ એસીનું ભાડું રૂ. 1,800 આસપાસ છે. કિશનગઢ ટ્રેનમાં પહોંચતા 14 કલાક આસપાસ અને બેલગાવ પહોંચતા 18 કલાક આસપાસનો સમય લાગતો હોય છે. સ્ટાર એરલાઇન્સે પોતાની બુકિંગ બેસાઇટ પર સુરતનું નામ ચઢાવી દીધું છે. ઉડાન-3માં કિશનગઢ અને બેલગાવની સાથે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સુરત, ભાવનગર, મુંબઇ, અમદાવાદ, અમરેલી, રાજકોટ, દિવ, ઉજ્જૈન, માંડવી, લોનાવાલા એમ્બી વેલી અને બારામતીની પણ ફ્લાઇટ શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો