તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત RTOને 475 કરોડ ટાર્ગેટ સામે 293 કરોડની જ આવક થઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરત આરટીઓની વાર્ષિક આવકમાં ગત વર્ષની સરખામણીમાં 9.79 ટકાનો ઘટાડો નોંધાયો છે. જયારે 475 કરોડ 33 લાખના ટાર્ગેટ સામે આરટીઓ દ્વારા 293 કરોડ 08 લાખની જ આવક વર્ષ 2019-20માં રળવામાં આવી છે. સુરત ઇન્ચાર્જ આરટીઓ ડી.કે.ચાવડાએ જણાવ્યું કે આરટીઓ પોતાના લક્ષ્યાંક સામે 61.66 ટકા આવક રળી શક્યું છે. આરટીઓએ ગત વર્ષે ફેબ્રુઆરી માં 2384.57 લાખની આવક કરી હતી જયારે ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 2301.81 લાખની આવક કરી છે.જોકે ગત વર્ષે ફેબ્રુઆરીમાં 12354 વાહનો રજીસ્ટર થયા હતા અને આ વર્ષે ફેબ્રુઆરીમાં 13285 વાહનો રજીસ્ટર થયા છે.છેલ્લા 13 મહિનામાં સહુથી વધુ વાહન જાન્યુઆરી 2019માં રજીસ્ટર થયા હતા.એ મહિમા 18491 વાહનો રજીસ્ટર થયા હતા જયારે સહુથી ઓછા વાહન 10360 સપ્ટેમ્બર 2019માં નોંધાયા હતા.

દંડ પેટે 1 વર્ષમાં 26 કરોડથી વધુ જમા થયા


સુરત આરટીઓની તિજોરીમાં 2019-20માં દંડ પેટે 26 કરોડ જમા થયા હતા.રાજ્ય સરકાર દ્વારા દંડ વધારાતા ગત વર્ષ કરતા વધુ રકમ જમા થઇ છે.રજીસ્ટ્રેશન ફી પેટે 39.18 લાખ ,પસંદગીના નંબરની ફીના 6.58 લાખ અને લાયસન્સના 18.34 લાખ વસૂલાયા હતા.

ગત વર્ષ કરતાં આ‌વકમાં 9.79 %નો ઘટાડો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો