ગૌરવ / ચાર વર્ષની ઉંમરે આકાશમાં વિમાનને જોઈ ‘મારે આ ઉડાડવું છે’ કહેનારી સુરતી જાસ્મીન જ સુરત-શારજાહની પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાડશે

સુરતનું ગૌરવ

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 12:06 PM
Surat News - surat jasmin the first international flight of surat sharjah will be flying only when i see the plane flying in the sky at the age of four 035250
સુરતજાણીતી કહેવત છે કે અમુક લોકો નેતૃત્વના ગુણો લઇને જ જન્મ લેતા હોય છે. સુરતમાં જ રહીને પાયલોટ બનવા સુધીની સફર સર કરનારી જાસ્મીન મિસ્ત્રી તે પૈકીની એક છે. સુરતનું જ અહોભાગ્ય કહેવાય કે કોઇ સુરતી પાયલોટ કે જેણે અત્યાર સધી ચાર હજાર ફલાઇટ ઉડાવી હોય તે 16મી ફેબ્રુઆરીના રોજથી સુરત અને શારજાહ વચ્ચે શરૂ થનારી ફલાટ ઉડાવશે. જાસ્મીનની માતા-પિતા સુરતના ઘોડદોડ રોડ સ્થિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલી પાછળ જ આવેલી જીવકોર સોસાયટીમાં રહે છે. યાસ્મીનના બાળપણના યાદો વાગોળતા માતા કુસુમ પટેલની આંખમાં ઝળહળિયા આવી જાય છે. તે કહે છે ‘ જાસ્મીન નાની હતી ત્યારથી જ આકાશમાં પ્લેન જોઇને કહેતી ‘ મમ્મી મારે આ ઉડાવવું છે ’, જાસ્મીનની બીજી એક ખાસિયત એ છે કે તે કોઈ કામને નાનુ ગણતી નથી. ખેતરમાં દવાનો છંટકાવ કરવાનો હોય, આંબા પરથી કેરી તોડવાની હોય કે ઘરે આવીને એક ગૃહિણીની જેમ કામ કરવાનું હોય. તે હંમેશા તત્પર રહેતી. નાનપણથી જ જાસ્મીન કાગળના પ્લેન ઉડાવીને પોતે જીવનમાં શું બનવા માગે છે તેનો ઇશારો આપી ગઈ હતી. ’

જાસ્મીનના પિતા ભગવાનદાસ પટેલનું ઉધનામાં કારખાનું છે અને તેની માતા કુસુમબેન નગરપ્રાથમિક શિક્ષણ સમિતીમાં કેન્દ્રીય આચાર્ય હતી. તેઓ કહે છે કે, ‘તેને પહેલેથી જ પાયલોટ બનવું હતું. લુર્ડ્ઝ કોન્વેન્ટમાં ધોરણ એકથી બાર સુધીનો અભ્યાસ કર્યો હતો. તેના બાદ તેણીએ એસપીબી કોલેજમાં બીબીએનો અભ્યાસ કર્યો છે અને નર્મદ યુનિવર્સિટીમાં તેણીએ એમબીએનો અભ્યાસ કર્યો છે. જે પૂર્ણ કર્યા બાદ ચેમ્બર ઓફ કોમર્સમાં ડિપ્લોમાં ઇન બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો. પરંતુ તેણીને પાયલોટ બનવું હતું. એક દિવસ તેણીએ પેપરમાં પાયલોટની જાહેરાત વાંચી અમને તે કોર્સ કરવા માટે જણાવ્યું હતું. જો કે, તેમને સમજાવ્યું હતું કે અમારી આર્થિક સ્થિતી નથી આ કોર્સ કરાવવા માટે તેમ છતાં તેણીએ જીદ પકડી હતી. જેથી અમે તેને મુંબઇમાં લઈ ગયા હતા. જ્યાં કોર્સની ફી સાંભળીને અમે ચોંકી ઉઠ્યા હતા. પરંતુ તેણીનો ભણવાનો ઉત્સાહ જોઇને અમે પોતાને પણ રોકી શક્યા ના હતા અને તેણીને ભણવા માટે મૂકી દીધી હતી. જેના બાદ તે સારા માર્ક્સ સાથે પાસ થઈ હતી.’

કાઉન્ટ ડાઉન

સુરત-શારજાહ ફ્લાઇટ

4 દિવસ બાકી

તસવીરમાં જાસ્મીનના માતા-પિતા સાથે તેનો પુત્ર. જાસ્મીનના પતિ પણ પાયલોટ.

સુરતીઓને લઈ જવાની ખુશી

એર ઇન્ડિયા એક્સપ્રેસે મને સુરત - શારજાહની ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે પરવાનગી આપી છે અને મને આંનદ છે કે હું મારા જ સુરતીઓને લઈ શારજાહ જનારી છું. આ મારા જીવનનો એક યાદગાર પ્રસંગ રહેશે. જાસ્મીન મીસ્ત્રી, પાયલોટ, એર ઇન્ડિયા એક્સપ્રેસ

80% ફ્લાઇટ બુક | 16મીથી ઉડનારી શારજાહ ફ્લાઇટ 80 ટકા ફુલ થઈ ગઈ છે. 186 સિટિંગ સામે 150 સિટ બુક થઈ ગઈ છે. બુકિંગ ખુ્લ્લી હોય તમામ 186 ટિકિટ વેચાઈ જાય એવી સંભાવના છે. રસપ્રદ બાબત એ પણ રહેશે કે શારજાહથી સુરત આવનારા લોકો કેટલાં હશે.

Surat News - surat jasmin the first international flight of surat sharjah will be flying only when i see the plane flying in the sky at the age of four 035250
X
Surat News - surat jasmin the first international flight of surat sharjah will be flying only when i see the plane flying in the sky at the age of four 035250
Surat News - surat jasmin the first international flight of surat sharjah will be flying only when i see the plane flying in the sky at the age of four 035250
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App