તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતમાં ચોથું કોઈન કૌભાંડ, લોકો પાસેથી પોલીસ માગી રહી છે મદદ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત જાણે કે કોઇન કૌભાંડનું હબ બની ચૂક્યું હોય તેમ એક પછી એક કૌભાંડની ફરિયાદ નોંધાઇ રહી છે. અત્યાર સુધી ત્રણ ફરિયાદ નોંધાયા બાદ ચોથી ફરિયાદ નોંધાઇ છે. જેમાં બીએસએસ કોઇનના નામે કરોડોનું કૌભાંડ કરનારા પાંચ વિરુદ્ધ સીઆઇડી ક્રાઇમના સુરત પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. જેમાં સૂત્રધારની પોલીસે ધરપકડ કરી છે. આ ટોળકીનો ભોગ બનનારી 21 વ્યક્તિએ સીઆઇડી ક્રાઇમનો સંપર્ક કર્યો છે. તેની સાથે થયેલી છેતરપિંડીનો આંક રૂપિયા 1,64,53,800 થાય છે. ...અનુસંધાન પાના નં. 12

બીટ ટ્રેડર્સ નામની કંપની યુકેમાં બુક કરાવી
પકડાયેલો આરોપી સોફ્ટવેર એન્જિનિયર
190 રોકાણકારોને બેંગકોક-સિંગાપોરની ટુર કરાવી
બીએસએસ કોઇનમાં મોટી રકમ રોકનારા 190 મોટા રોકાણકારોને કંપનીએ કંપનીના ખર્ચે બેંગકોક અને સિંગાપોરની ટુર કરાવી હતી. બીએસએસ કોઇન લોંચ કરતી વખતે તેની કિંમત એક યુરો રાખી હતી. ટૂંકા સમયગાળામાં એક યુરોથી કિંમત વધારી આઠ યુરો સુધી લઈ ગયા હતા.

સીઆઇડી ક્રાઇમની ટીમે તા. 24મીએ સાંજે પાંચ વાગ્યે હાર્દિક જેન્તી ઝડફિયાની ધરપકડ કરી છે. જે સોફ્ટવેર એન્જિનિયર હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો