તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતમાં 1.64 કરોડના બીએસએસ કોઈન કૌભાંડમાં સૂત્રધાર ઝડપાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત જાણે કે કોઇન કૌભાંડનું હબ બની ચૂક્યું હોય તેમ એક પછી એક કૌભાંડની ફરિયાદ નોંધાઇ રહી છે. અત્યાર સુધી ત્રણ ફરિયાદ નોંધાયા બાદ ચોથી ફરિયાદ નોંધાઇ છે. જેમાં બીએસએસ કોઇનના નામે કરોડોનું કૌભાંડ કરનારા પાંચ વિરુદ્ધ સીઆઇડી ક્રાઇમના સુરત પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. જેમાં સૂત્રધારની પોલીસે ધરપકડ કરી છે. આ ટોળકીનો ભોગ બનનારી 21 વ્યક્તિએ સીઆઇડી ક્રાઇમનો સંપર્ક કર્યો છે. તેની સાથે થયેલી છેતરપિંડીનો આંક રૂપિયા 1,64,53,800 થાય છે. ...અનુસંધાન પાના નં. 12

પકડાયેલો આરોપી સોફ્ટવેર એન્જિનિયર
ભોગ બનનારી વ્યક્તિ સંપર્ક કરે
આ કંપનીમાં રોકાણ કર્યા બાદ નાણાં પરત ન મળ્યા હોય તેવી વ્યક્તિ સીઆઇડી ક્રાઇમની સુરત ઓફિસનો બીજો માળ, એ બ્લોક, બહુમાળી ભવન, નાનપુરા ખાતે રૂબરૂ અથવા તપાસનીશ અધિકારી પોઈ સુનીલ તરડેનો મોબાઇલ નં. 9726577797 ઉપર સંપર્ક કરી શકે છે.

સીઆઇડી ક્રાઇમની ટીમે તા. 24મીએ સાંજે પાંચ વાગ્યે હાર્દિક જેન્તી ઝડફિયાની ધરપકડ કરી છે. જે સોફ્ટવેર એન્જિનિયર હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો