તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત હેન્ડબોલ લીગ: બીજા રાઉન્ડમાં વેબિયર્સની ટીમ 7 ગોલથી વિજેતા થઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ત્રીજી મેચમાં વિનોદ રાઠોડની ટીમ બેવિયર્સ અને હિમાંશુની ટીમ ડ્રિબલ ડાઉન વચ્ચે મુકાબલો થયો હતો જેમાં વેબિયર્સની ટીમે 32 અને ડ્રિબલ ડાઉનની ટીમે 28 ગોલ કર્યાં હતાં. આ મેચમાં વેબિયર્સની ટીમનો 4 ગોલથી વિજય થયો હતો. સુરત ખાતે રમાઈ રહેલી પ્રથમ સુરત હેન્ડબોલ લીગમાં પ્રથમ દિવસે બીજા રાઉન્ડની 3 મેચો રમાઈ હતી, જેમાં પહેલી મેચ સુરત સેન્ટ જાયન્ટ અને વીકેન્ડ વોરિયર્સની ટીમ વચ્ચે થયો હતો. આ મેચમાં સુરત સેન્ટ જાયન્ટનો 15 ગોલથી વિજય થયો હતો. સુરત સેન્ટ જાયન્ટની ટીમે 23 ગોલ કર્યાં હતાં અને વીકેન્ડ વોરિયર્સની ટીમે ફક્ત 9 ગોલ જ કરી શકી હતી. બીજી મેચ મેચમાં એકલવ્ય એકેડેમી અને ડ્રિબલ ડાઉન વચ્ચે મુકાબલો જામ્યો હતો. આ મેચમાં એકલવ્ય એકેડેમીએ 26 ગોલ કરી ડ્રિબલ ડાઉનની ટીમને 13 ગોલથી હરાવ્યું હતું. ડ્રિબલ ડાઉનની ટીમ ફક્ત 13 ગોલ જ કરી શકી હતી. ત્રીજી મેચ બેવિયર્સ અને ધનાધન ગોલ ટીમ વચ્ચે રમાઈ હતી જેમાં ધનાધન ગોલ ટીમના 11 ગોલ સામે વેબિયર્સની ટીમે 18 ગોલ કરી 7 ગોલથી વિજેતા થઈ હતી.

એકલવ્ય એકેડેમીએ 26 ગોલ કરી ડ્રિબલ ડાઉનની ટીમને 13 ગોલથી હરાવ્યું, સુરત જાયન્ટની ટીમ પણ પોતાની લીગ મેચ જીતી
અન્ય સમાચારો પણ છે...