તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 થી 10 માર્ચ સુધી યોજાશે સુરત ફૂટબોલ પ્રીમિયર લીગ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | ફૂટબોલના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે શહેરમાં 3જી માર્ચથી લઈને 10 માર્ચ સુધી સુરત ફૂટબોલ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લેશે જેમની વચ્ચે કુલ 15 મેચ રમાશે. ફાઇનલ મેચ 10 માર્ચના રોજ રમાશે. આ ટુર્નામેન્ટ માટે 24 ફેબ્રુઆરીના રોજ ખેલાડીઓનું ઓક્શન કરવામાં આવ્યું હતું. આ ઓક્શનમાં 130 ખેલાડીઓએ ભાગ લીધો હતો. દરેક ટીમ ઓનરને એક-એક રાજ્ય સ્તર સુધી રમેલો ખેલાડી કેપ્ટન તરીકે આપવામાં આવ્યો છે. ખેલાડીઓની હરાજી માટે દરેક ટીમને નિર્ધારિત પોઇન્ટ્સ આપવામાં આવ્યા છે. કોઇપણ ટીમ આપવામાં આવેલા પોઇન્ટથી વધારે પોઇન્ટ ખર્ચી શકશે નહીં. એ સાથે જ ખેલાડીઓને ત્રણ ગ્રુપમાં વહેંચવામાં આવ્યાં છે જેને કેટેગરી પ્રમાણે મેચ ફી અપાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો