તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત જિલ્લા પંચાયતનું 1402 કરોડનું અંદાજપત્ર મંજૂર થયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત જિલ્લા પંચાયતના આગામી નાણાકીય વર્ષ 2019-20 માટેનું રૂ.1402 કરોડનું અંદાજપત્ર બુધવારે મળેવી સામાન્ય સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિતીબેન પટેલે રજૂ કર્યું હતું. સાથે આગામી વર્ષ માટે રૂ.42.18 કરોડના સ્વભંડોળનું અંદાજપત્ર રજૂ કરાયું હતું. કેટલાક સૂચનો સાથે આ અંદાજપત્રને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. જોકે, સભ્ય દર્શન નાયક અને ઉપ-પ્રમુખ હિતેન્દ્ર વાસીયાએ ધનસુખ પટેલ અને સુરેશ પટેલે બજેટ અંતર્ગત કેટલાક સૂચનો કર્યા હતા.

પ્રમુખ પ્રિતીબેન પટેલે વર્ષ 2019-20 માટેનું રૂ.42,18,25,000નું સ્વભંડોળનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. જેમાં સામાન્ય વહીવટ મહેકમ અને સાદિલવાર માટે રૂ.3.38 કરોડ, મહેસુલ પંચાયતના વિકાસ માટે રૂ.9.50 કરોડ, શિક્ષણ માટે 3 કરોડ, આરોગ્ય માટે રૂ.1.88 કરોડ, બાળ વિકાસ યોજના ક્ષેત્રે રૂ.1.10 કરોડ ખેતીવાડીના ક્ષેત્રે 1.95 કરોડ, પશુપાલન ક્ષેત્રે રૂ.75.15 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે 1.28 કરોડ, કુદરતી આફત સદર 5 લાખ તેમજ સરકારી ક્ષેત્રે 5 લાખ, સિંચાઇ ક્ષેત્રે 5.73 કરોડ, જાહેર બાંધકામના માટે 7.90 કરોડ, પરચુરણ કામ માટે 4.94 કરોડ મળી કુલ 41,13,84,900નું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે.

પં.ના સભ્યોની ગ્રાન્ટમાં 4 લાખનો વધારો
હાલ સુધી જિલ્લા પંચાયતના તમામ સભ્યોને રૂ.10 લાખની ગ્રાન્ટ મળતી હતી. જેમાં વધારો કરીને હવેથી રૂ.14 લાખ થશે. જોકે, આ માટે રૂ.5.60 કરોડની અલાયદી ગ્રાન્ટ ઉપલબ્ધ કરાશે.

માત્ર સચિન વિસ્તારમાં 135 બોગસ તબીબ
સભાની શરૂઆતમાં સભ્ય દર્શન નાયકે જિલ્લા પંચાયતના હડતાળ પર ઉતરેલા આરોગ્ય વિભાગના કર્મચારીઓને યોગ્ય રસ્તો કાઢી આપવા, મનરેગાનું 4 મહિનાથી કોઇ કામ ન થતું હોય વહીવટી મંજૂરી આપવા રજૂઆત કરી હતી. પ્રશ્નોત્તરી કાળમાં બોગસ તબીબો સામે કડક કાર્યવાહીની માંગ કરાઇ હતી. આરોગ્ય વિભાગ પાસે 97 બોગસ તબીબ હોવાના આંકડા ખોટા હોવાનું જણાવી ઉપપ્રમુખ હિતેન્દ્ર વાંસીયાએ સચિનમાં 135 બોગસ તબીબ હોવાનું કહ્યું હતું.

સ્વભંડોળમાં ઘટાડો છતા રાજ્યમાં મોખરાનું બજેટ
વર્ષ 2017-18માં સ્વભંડોળના બજેટમાં રૂ.83.51 કરોડનો અંદાજ હતો. 2018-19માં 48.62 કરોડનું બજેટ , વર્ષ 2019-20માં તેમાં6.46 કરોડનો ઘટાડો નોંધાયો છે. શાસકોનું કહેવું છેકે, અગાઉના વર્ષમાં રોયલ્ટી અને પેનલ્ટીની પેન્ડિંગ ગ્રાન્ટ આવી હોવાથી બજેટ વધ્યું છે. ચાલુ વર્ષે રોયલ્ટીમાં ઘટાડો નોંધાયો છે.

શિક્ષણ : માંડવી, ઉમરપાડા, માંગરોળની પ્રાથમિક શાળાઓમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ વડે પાણી અપાશે. પેવર બ્લોક, શાળા મરામત અને કંપાઉન્ડ વોલની સુવિધા અપાશે.

આરોગ્ય : 45 અસાધ્ય રોગના દર્દીઓને સહાય, લેપ્ટો.ના 6 લાભાર્થીને મૃત્યુ સહાય, સિક્સસેલ સારવાર યોજના હેઠળ મદદ

ખેતીવાડી : ખેતીવાડીની કુલ 1.20 કરોડની સહાયનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો