એક ડઝન ગુનામાં પકડાઈ ચૂકેલો રીઢો સુરતથી ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ખંડણી, અપહરણ, મારામારી સહિતના 12 ગુનામાં પકડાઈ ચૂકેલો અને ખંડણી તેમજ મારામારીના બે ગુનામાં છેલ્લા આઠ મહિનાથી વોન્ટેડ રીઢો ગુનેગાર સુરતમાંથી પકડાયો છે. જેનો કબજો મેળવવા અમદાવાદ પોલીસ સુરત પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

ક્રાઇમ બ્રાંચના પીએસઆઈ આઈ.એસ.રબારીને એવી બાતમી મળી હતી કે અમદાવાદ શહેરમાં અપહરણ-ખંડણી, મારમારીના તથા પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલા જય ઉર્ફે બાટલો સુરેશ પૂજારી (ઉ.વ.૨૪, રહે: અંબિકાપાર્ક સોસાયટી વાસણા-બેરેજ રોડ, અમદાવાદ) લાજપોર સેન્ટ્રલ જેલ પાસેથી પસાર થવાનો છે. જેના આધારે વોચ ગોઠવી જય ઉર્ફે બાટલાને ઝડપી પાડ્યો હતો. અમદાવાદના પાલડી, એલીસબ્રીજ, અડાલજ, સોલા, વેજલપુર તેમજ ગાંધીનગરના 12 ગુનામાં તે પકડાઈ ચુક્યો છે. આઠ મહિનાથી પાલડી અને વાસણા પોલીસમાં અપહરણ-ખંડણી અને મારમારીના બે ગુનામાં વોન્ટેડ હતો.

અન્ય સમાચારો પણ છે...