તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયન્સ સેન્ટરમાં 7થી 17 વર્ષના વિદ્યાર્થીઓ માટે સમર કેમ્પ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સાયન્સ સેન્ટરમાં 7 થી 12 વર્ષનાં અને 13 થી 17 વર્ષનાં બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા માટે 10 એપ્રિલથી 26 એપ્રિલ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે. 14 એપ્રિલથી સુરત મહાનગર પાલિકાની વેબસાઈટ પરથી પણ ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરી શકાશે. ઓફલાઈન ફોર્મ સાયન્સ ેસન્ટર અને ચોકના કિલ્લા પરથી મેળવી શકાશે.

આર્ટ એન્ડ ક્રાફ્ટ, એસ્ટ્રોનોમી, નો યોર પ્લેનેટ વિશે વર્કશોપ યોજાશે
7થી 12 વર્ષના બાળકો માટે
7 થી 12 વર્ષનાં બાળકો માટે પેપર આર્ટ, વેસ્ટમાંથી બેસ્ટ આર્ટ, દિવડા પેઇન્ટીંગ, એન્વેલપ મેકિંગ, બેગ પેઇન્ટીંગ વર્કશોપ. આ 10 દિવસ યોજાશે. આ વર્કશોપ સાયન્સ સેન્ટરમાં અને ચોકના કિલ્લા પર પણ યોજાશે.

13થી 17 વર્ષના બાળકો માટે
બેચ 1 બેઝીક એસ્ટ્રોનોમી, નો યોર પ્લેનેટ, ઝોડિયાક ફેઝીઝ ઓફ મુન, સિઝન નેનો સન, મીરર બોલ, ટેલિસ્કોપ, એસ્ટ્રોનોમિ સોફ્ટવેર, એસ્ટ્રોનોમી જનરલ એન્ડ ક્વીઝ જેવી એક્ટીવિટી યોજાશે.

બેચ -2માં બેઝિક ફિઝિક્સ, પ્રયોગો, બેઝીક એરોનોટીક્સ, મેજીક બોક્સ, હોલોગ્રામ, ફાઉન્ટેન, નાઇટ લેમ્પ જેવી એક્વિટી કરાવવામાં આવશે.

બેચ - 3માં એમ્બ્રોઇડરી, ક્વીલિંગ, પેપર આર્ટ જેવી એક્ટીવિટી કરાવવામાં આવશે. જેમાં 10 દિવસનાં સમર કેમ્પની ફી 1,000 રૂપિયા રાખવામાં આવી છે.

બેચ-4માં મોડેલ રોકેટ એક્વિટી કરાવવામાં આવશે.

બેચ-5માં બેઝિક ઇંગલીશ કેલીગ્રાફી કરાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...