તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીમારીથી કંટાળીને લિંબાયતના યુવકનો ફાંસો ખાઈ આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લિંબાયતમાં છેલ્લા 6 મહિનાથી માનસિક બીમારીથી પીડાતા યુવકે ઘરમાં ફાંસો હતો. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. લિંબાયત શિવાજી નગર ખાતે રહેતા જગપાલસિંગ રાજપુત ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો પુત્ર યોગેશ (21) અગાઉ તેના માસા ને ત્યાં ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરતો હતો. જોકે છેલ્લા 6 મહિનાથી માનસિક સંતુલન ખોરવાઇ જતાં નોકરી પર જતો ન હતો. હાલ તેની માનસિક બીમારીની સારવાર ચાલી રહી હતી. દરમિયાન માનસિક બીમારીથી કંટાળીને બુધવારે સાંજે તેણે પોતાના ઘરમાં જ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં લિંબાયત પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં તેણે માનસિક બીમારીથી કંટાળી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું. બનાવ સંદર્ભે લિંબાયત પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...