તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેડ રોડ પર આપઘાતની કોશિશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેડરોડ પર રહેતી પરિણીતાએ પુર્વ પ્રેમીના બ્લેકમેલિંગથી ત્રસ્ત થઈને આત્મહત્યાની કોશિશ કરી છે. પરિણીતાએ ફીનાઈલ પી લેતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પરિણીતાએ કુંવારા યુવક સાથે સંબંધ રાખ્યો હતો. યુવકના લગ્ન થતા પરિણીતાએ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. યુવક ત્યાર બાદ પણ સંબંધ ચાલુ રાખવા પરિણીતાને દબાણ કરતો હતો. પરિણીતાના નગ્ન ફોટો તેના પતિને મોકલી આપવાની ધમકી આપતો હતો.

ચોકબજાર પોલીસ સ્ટેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, વેડરોડ પર રહેતી 28 વર્ષિય માધવી( નામ બદલ્યું છે)ના 9 વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેનો પતિ હીરાનું ખાતું ધરાવે છે. પોતે પરિણીત હોવા છતાં આઠેક વર્ષ પહેલા આરોપી વિપુલ માળી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. તે સમયે વિપુલે માધવી સાથે ફોટો પાડ્યા હતા. થોડા મહિના બાદ વિપુલના પણ લગ્ન થયા હતા. ત્યાર પછી માધવીએ વિપુલ સાથેના સંબંધો કાપી નાખ્યા હતા. 6 વર્ષ બાદ વિપુલે માધવીનો ક્યાંકથી નંબર મેળવ્યો હતો. ત્યાર બાદ તેઓ વીડિયો કોલિંગ કરવા લાગ્યા હતા. વીડિયો કોલિંગ દરમિયાન વિપુલે માધવીના નગ્ન ફોટો પાડી લીધા હતા. તે ફોટોના આધારે માધવીને રૂબરૂ મળવા માટે કહેતો હતો.

માધવીએ નહીં મળીને ફોન બંધ કરી દીધો હતો. ત્યાર બાદ વિપુલે માધવીના પતિને ફોન કરીને કહેતો તે તમારા ફોન પર ફોટો મોકલવાનો છું. પરંતુ મોકલતો ન હતો. તે વાતની જાણ માધવીને થતા તે સતત માનસિક તણાવમાં રહેતી હતી.

બુધવારે સવારે ચારેક વાગે માધવીએ ફિનાઈલ પીને આત્મહત્યાની કોશિશ કરી હતી. માધવીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેની તબીયત સારી છે. માધવીએ વિપુલ વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...