તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

10મીથી અનાથ બાળકો માટે સુધાંશુ મહારાજનો સત્સંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના વેસુ વિસ્તારમાં આવેલા બાળશ્રમમાં ઉછરતા અનાથ બાળકો માટે સુધાંશુ મહારાજના ચાર દિવસીય સત્સંગ સમારોહનો 10 જાન્યુઆરીએ પ્રારંભ કરાશે. 13 જાન્યુઆરી સુધી વિશ્વ જાગૃતિ મિશન દ્વારા આયોજિત સત્સંગ સમારોહમાં ગીતા, વેદ અને ઉપનિષદની સાથે વર્તમાન સમસ્યાઓ પર બોધ અપાશે.

શહેરના વિશ્વ જાગૃતિ મિશનના સ્થાપક સુધાંશુ મહારાજ 10 જાન્યુઆરીથી સત્સંગ સમારોહનો પ્રારંભ કરશે. આ અંગે આચાર્ય રામકુમાર પાઠકે જણાવ્યું હતું કે, સુરતમાં અનાથ બાળકો માટે આ સંસ્થાનો પ્રારંભ કરાયો હતો. ત્યારે ઝારખંડની અનાથ બાળકોને અહીં રાખ્યા હતા. ત્યારથી ચાલતી આ સંસ્થામાં હાલ 72 બાળકો ઉછરી રહ્યાં છે. તેમને 18 વર્ષના થાય એટલે સગાવહાલા કે પરિચિતોને સોંપી દેવાય છે.

સુરતમાં અનાથ બાળકોને આધુનિક શિક્ષણ અને તે પણ અંગ્રેજી માધ્યમમાં આપતી આ એકમાત્ર સંસ્થા છે. આ સંસ્થા દ્વારા આ અનાથ બાળકો માટે દર વર્ષે સત્સંગ સમારોહનું આયોજન કરાય છે. આ વર્ષે પણ 10થી 13 જાન્યુઆરી સુધી આયોજિત કરાયું છે. તેમાં રોજ સવારે 9.30થી 11.30 અને સાંજે 5થી 7 કલાક દરમિયાન ગીતા, વેદ અને ઉપનિષદ પર સત્સંગ કરશે. તેની સાથે આધુનિક યુગની સમસ્યાઓ અને તેના નિરાકરણ અંગે માર્ગદર્શન આપશે. અત્યાર સુધીમાં બાળ આશ્રમના 40 જેટલાં યુવાનો અહીં શિક્ષણ પ્રાપ્ત કરી સમાજની મુખ્યધારામાં જોડાઈ ચૂક્યા છે. તેમજ રાષ્ટ્રીય સ્તરે ખેલકૂદમાં પણ નામ રોશન કરી ચૂક્યા છે.

સંત્સંગની માહિતી અપાઇ

બાળાશ્રમના બાળકોએ સાત ગોલ્ડમેડલ મેળવ્યા છે
બાળાશ્રમમાં ઉછરતા અનાથ અને વંચિત બાળકો જેમનું કોઈ નથી તેમને સુધાંશુ મહારાજ દ્વારા સ્થાપિત આશ્રમમાં અદ્યતન સુવિધાઓ સાથે અભ્યાસ કરાવાય છે. રમતગમત માટે આધુનિક સાધનો સાથેની વ્યવસ્થા છે. બાળકોએ સાત ગોલ્ડમેલ, 5 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. ખેલમહાકુંભમાં 2011માં શિવનાથ મુંડાને કબડ્ડી અને શિવાત્માને રનીંગમાં ટોચના એથલેટ તરીકે ક્રમાંક મળ્યો હતો. આચાર્ય રામકુમાર, વિશ્વ જાગૃતિ મિશન

રિલિજિયન રિપોર્ટર|સુરત

શહેરના વેસુ વિસ્તારમાં આવેલા બાળશ્રમમાં ઉછરતા અનાથ બાળકો માટે સુધાંશુ મહારાજના ચાર દિવસીય સત્સંગ સમારોહનો 10 જાન્યુઆરીએ પ્રારંભ કરાશે. 13 જાન્યુઆરી સુધી વિશ્વ જાગૃતિ મિશન દ્વારા આયોજિત સત્સંગ સમારોહમાં ગીતા, વેદ અને ઉપનિષદની સાથે વર્તમાન સમસ્યાઓ પર બોધ અપાશે.

શહેરના વિશ્વ જાગૃતિ મિશનના સ્થાપક સુધાંશુ મહારાજ 10 જાન્યુઆરીથી સત્સંગ સમારોહનો પ્રારંભ કરશે. આ અંગે આચાર્ય રામકુમાર પાઠકે જણાવ્યું હતું કે, સુરતમાં અનાથ બાળકો માટે આ સંસ્થાનો પ્રારંભ કરાયો હતો. ત્યારે ઝારખંડની અનાથ બાળકોને અહીં રાખ્યા હતા. ત્યારથી ચાલતી આ સંસ્થામાં હાલ 72 બાળકો ઉછરી રહ્યાં છે. તેમને 18 વર્ષના થાય એટલે સગાવહાલા કે પરિચિતોને સોંપી દેવાય છે.

સુરતમાં અનાથ બાળકોને આધુનિક શિક્ષણ અને તે પણ અંગ્રેજી માધ્યમમાં આપતી આ એકમાત્ર સંસ્થા છે. આ સંસ્થા દ્વારા આ અનાથ બાળકો માટે દર વર્ષે સત્સંગ સમારોહનું આયોજન કરાય છે. આ વર્ષે પણ 10થી 13 જાન્યુઆરી સુધી આયોજિત કરાયું છે. તેમાં રોજ સવારે 9.30થી 11.30 અને સાંજે 5થી 7 કલાક દરમિયાન ગીતા, વેદ અને ઉપનિષદ પર સત્સંગ કરશે. તેની સાથે આધુનિક યુગની સમસ્યાઓ અને તેના નિરાકરણ અંગે માર્ગદર્શન આપશે. અત્યાર સુધીમાં બાળ આશ્રમના 40 જેટલાં યુવાનો અહીં શિક્ષણ પ્રાપ્ત કરી સમાજની મુખ્યધારામાં જોડાઈ ચૂક્યા છે. તેમજ રાષ્ટ્રીય સ્તરે ખેલકૂદમાં પણ નામ રોશન કરી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...