તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુડાનું રૂ. 505 કરોડનું બજેટતાપી શુદ્ધિકરણમાં તબક્કાવાર પાલિકાને 250 કરોડ અપાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરત શહેરી વિકાસ સત્તામંડળ (સુડા)ના વર્ષ 2020-21 માટે 505.01 કરોડના બજેટને મંજુર કરાયું છે. સત્તામંડળની કુલ આવક 397.36 કરોડ છે. જેમાં, 362.09 કરોડ સ્વભંડોળ અને 35.27 કરોડ ગ્રાંટ છે. ડ્રાફ્ટ બજેટમાં મહત્વના કામોની જોગવાઇ કરાઇ છે. સુડા વિસ્તારમાં 30 કરોડનાં ખર્ચે નવા રસ્તા બનાવાશે. તાપી શુદ્ધિકરણ હેઠળ ડ્રેનેજ નેટવર્ક, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટો સહિતના પ્રોજેક્ટની જવાબદારી પાલિકાને શિરે છે ત્યારે આ પ્રોજેક્ટ માટે થનારા ખર્ચની તબક્કાવાર 250 કરોડ ચૂકવવાનું નક્કી કરાયું છે. આઉટર રિંગરોડ પ્રોજેક્ટ માટે રૂપિયા 40 કરોડ ફાળવવામાં આવ્યાં છે. તેમજ ટ્રાફિકના અતિભારણને નાથવા માટે સુરત-દાંડી રોડને ફોર લેન બનાવવાનો નિર્ણય લેવાયો છે.

સુરત-દાંડી રોડ ફોરલેન બનાવાશે

{સુડાનાં આઉટર રિંગરોડ માટે રૂ.40 કરોડ ફાળવવામાં આવ્યાં.

{ સુડાના ગામોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે રૂપિયા 3.10 કરોડ ફાળવવામાં આવ્યા.

{ સુડાની ટી.પી. નં 30 (વણકલા-વિહેલ-ઓખા) રૂ. 120 કરોડ તથા ટી.પી. સ્કીમ નં.35 (કુંભારિયા-સારોલી-સણીયા હેમાદ-દેવધ) રૂ. 150 કરોડમાં પાણી પુરવઠા તથા ડ્રેનેજ સપ્લાઈ માટે ફિલ્ડ સર્વે તથા ડી.પી.આર બનાવાશે.

{ તાપી શુદ્ધિકરણ માટે વર્ષ 20-21માં 250 કરોડ પાલિકાને તબક્કાવાર ચૂકવાશે.

{ સુડાની વિવિધ ટી.પી, તથા ડી.પી. રોડ બનાવવાના કામો માટે 30.44 કરોડ મંજુર કરવામાં આવ્યા

{ સુરત–દાંડી રોડ ફોર લેન કરાશે.

{ ટી.પી.સ્કીમ નં.48(ખોલવડ) માં 18 મીટર રોડ પર ખાડી બ્રિજ માટે 4.50 કરોડ મંજુર કરાયા.

{ ટી.પી.નં.30 (વણકલા-ઓખા-વિહેણ)માં પ્રધાનમંત્રી આવાસ આવાસ માટે રૂપિયા 25 કરોડ મંજુર

{ટી.પી.નં.30 (વણકલા-ઓખા-વિહેણ)માં કોમર્શીયલ તથા રહેણાંક પ્લોટ ઇ-ઓકસન દ્વારા વેચવા માટેની મંજુરી આપવામાં આવી,

{સૂડા વિસ્તારના સચીન સેકટરના પ્લોટ તથા દુકાનો ઇ-ઓકસન દ્વારા ત્વરીત વેચવા માટેની મંજુરી આપવામાં આવી.

પાણી-ડ્રેનેજ નેટવર્ક માટે 270 કરોડની ફાળવણી

7 ટી.પી.સ્કીમોની પુન:રચનાની દરખાસ્ત પર વધુ પરામર્શ કરાશે

સુડાની કુલ-7 ટી પી.સ્કીમોમાં નંબર-33 તલંગપોર-ઉબેર, ટી.પી.સ્કીમ નં.34 પાલી-સચીન-કનસાડ, નંબર-40 નવાગામ, નંબર-41 વાવ, નંબર-45 નવાગામ-વાવ, નંબર-46 ગોથાણ-ભરથાણકોસાડ-કોસાડ-વરીયાવ, નંબર-60 અંત્રોલી-વાંકાનેડા-ચલથાણ અને કરાળા ની કામચલાઉ પુન:રચનાની દરખાસ્તના પરામર્શને બહાલી આપવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો