રમતોત્સવમાં વિદ્યાર્થિનીઓ એથ્લેટિક્સની રમત રમી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | વનિતા વિશ્રામ વિમેન્સ કોલેજમાં વાર્ષિક રમતોત્સવ યોજાયો હતો, જેમાં એથ્લેટીક્સ રમતો જેવી કે 100 મીટર દોડ, 200 મીટર દોડ, લોંગ જમ્પ, ગોળા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક અને 4x100 રિલે દોડ અને યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બેક ટુ સ્કૂલ ગેમ્સ જેવી કે ત્રિપલ લેગ રેસ, બોલ પાસ રિલે, લીંબુ ચમચી, સેક રેસ, સ્કીપિંગ રેસની રમતો પણ રાખવામાં આવી હતી. આ રમતોમાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય ઇનામ આપી સમ્માનિત કરવામાં આવ્યાં હતાં.
અન્ય સમાચારો પણ છે...