તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીઓએ વોલીબોલ, રસ્સાખેંચ અને સ્લો સાઇકલિંગમાં ભાગ લીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ગોડાદરા ખાતે આવેલી જ્ઞાનજ્યોત શાળામાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં 7000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ ડે નિમિત્તે કરાટે, યોગા, વોલીબોલ, રસ્સાખેંચ, સ્લો સાઇકલિંગ, ગોળાફેંક, ચક્ર ફેંક, ડબ્બાબોલ, બુક બેલેન્સ, લાંબી કૂદ, ગિલ્લીદંડા, સિક્કા શોધ, કેરમ, ચેસ, લીંબુ ચમચી, સંગીત સર્કળ અને કેળા કૂદ જેવી રમતો રમાઈ હતી. આ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...