9 લાખ રૂપિયાના ખર્ચે વિદ્યાર્થીઓએ ભાટપોરમાં લાઈબ્રેરી બનાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૌથી પહેલા અલગ અલગ ડિઝાઈનના 8 મોડલ તૈયાર કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ બેથી ત્રણ ગામથી વિઝીટ કરી એમાં ભાટપોર ગામમાં એક જગ્યા મળી એટલે ગામના સંરપંચને વાત કરી તો એમની પાસે ગવર્મેન્ટનું 2.50 લાખનું ફન્ડં હતું એમાં વાંચનલાય બનાવવાનું હતું એટલે એમ એમને બાંધી આપવાનું કહ્યું ત્યારબાદ તાલુકા કચેરી પરવાનગી મેળવી ત્યારબાદ 52 દિવસમાં વાંચનાલય બનાવ્યું છે. લાઈબ્રેરી બનાવવા માટે 150 વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 15 હજાર ઇંટો વાપરવામાં આવી છે. બારી-બારણા માટે પણ વાંસનો ઉપયોગ કરવામાં આવ્યું છે.


} ‘પુસ્તકનું જ્ઞાન તો વિદ્યાર્થીઓ મેળવી લે છે પરંતુ જ્યારે અભ્યાસ પુર્ણ કરી વિદ્યાર્થીઓને બહાર નીકળે તો પ્રેક્ટિકલ નોલેજ એમની પાસે હોતું નથી. જેથી સ્કૂલ ઓફ ડિઝાઇનિંગ, ઓરો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળી શકે એવા હેતુથી અમે આ લાઈબ્રેરી બનાવવાનો પ્રયાસ કર્યો છે. જેનાથી વિદ્યાર્થીઓને અને ગામના લોકને ફાયદો થશે. -ક્રિષ્ના શાસ્ત્રી, ડિઝાઈનિંગ ડિપાર્ટમેન્ટ, ડિન

પ્રેક્ટિકલ નોલેજ વધશે

કુલ 8 ડિઝાઇન તૈયાર કરાઈ હતી જેમાંથી આ સિલેક્ટ કરાઈ હતી

સુરત | આર્કિટેક્ટના વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ નોલેજ મેળવી શકે અને લોકો વાંચન તરફ વળે તે માટે ઓરો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા ભાટપોર ગામમાં લાઈબ્રેરી તૈયાર કરવામાં આવી છે. આ લાઈબ્રેરી બનાવતા 52 દિવસનો સમય લાગ્યો તો. જેમાં કુલ 9 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાંથી 2.50 લાખ રૂપિયાની ગવર્મેન્ટ દ્વારા ગ્રાન્ટ આપવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...